Viral Video: ટ્રેનમાં પુરુષે જ બીજા પુરુષને કિસ કરી લીધી, જાણો ક્યાંની છે ઘટના?

મુંબઈ: એક પુરુષે દોડતી પેસેન્જર ટ્રેનમાં એક યુવકને કિસ કરતાં મોટો વિવાદ ઊભો થયો છે. નવાઈની વાત તો એ છે કે ચુંબન લેતો વીડિયો ખુદ યુવકે જ ઉતાર્યો હતો. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મને શું કામ કિસ કરી એવો સવાલ યુવક પેલા પુરુષને કરી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં તો યુવક પુરુષને સવાલ પૂછી રહ્યો છે, પણ બાદમાં તેણે પેલા પુરુષની ધોલધપાટ કરી નાખી હતી.
Also read : જૈન સાધુ પર દુરાચારના આક્ષેપો પછી તેમના પર મુકાયા અનેક અંકુશો તેમને ફોનનો ઉપયોગ કરવા સામે પણ પ્રતિબંધ…
આ વીડિયો ખરેખર ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો છે તેની માહિતી સામે નથી આવી. આ વીડિયો જોકે છેલ્લા ઘણા સમયથી વાયરલ થઇ રહ્યો છે. પુણે-હટિયા એક્સપ્રેસ ટ્રેનમાં ભારે ભીડની વચ્ચે આ વ્યક્તિએ યુવકને કિસ કરી હતી. ટ્રેનના જનરલ ડબ્બામાં આ વીડિયો ઉતારવામાં આવ્યો હોવાનું કહેવાઇ રહ્યું છે.
યુવકનું ચુંબન લેનારી વ્યક્તિ લોઅર બર્થ પર બેઠો હતો અને હું સૂતો હતો એ સમયે એણે મને કિસ કરી હતી, એવો દાવો યુવકે કર્યો હતો. ટ્રેનમાં આટલા બધા પ્રવાસીઓની વચ્ચે તે આવું શા માટે કર્યું એવું યુવકે પૂછ્યું હતું. પેલી વ્યક્તિએ `અચ્છા લગા ઈસ લિયે કિયા’ એવો જવાબ આપ્યો હતો. બીજી બાજુ એ વ્યક્તિની પત્નીએ તેના પતિની તરફદારી કરી હતી. યુવકે કહ્યું હતું કે હું આ હરકતને માફ નહીં કરું, એમ કહીને તેણે પેલી વ્યક્તિની મારપીટ કરી હતી.
Also read : મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ
દરમિયાન ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા અને તમાશો જોઇ રહેલા પ્રવાસીઓની ટીકા કરી હતી. આ જ બનાવ જો કોઇ યુવતી સાથે થયો હોત તો બધા પ્રવાસીઓએ ભેગા મળીને પેલી વ્યક્તિની મારપીટ કરી હોત. જોકે બાદમાં પેલી વ્યક્તિએ યુવકની માફી માગી હતી અને જવા દેવા માટે વિનંતી કરી હતી. આને કારણે યુવકને વધુ ગુસ્સો આવે છે અને તે પેલી વ્યક્તિને ગાળો ભાંડીને બહાર ખેંચી રહ્યો હતો ત્યારે તેની પત્નીએ તેના પતિને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવકે આ વીડિયો પોલીસને મોકલાવીને મદદ માટેની અપીલ કરી હતી, પણ પોલીસે આ પ્રકરણમાં કોઇ કાર્યવાહી કરી નહીં હોવાનું જાણવા મળે છે.