નેશનલ

છત્તીસગઢની ખાણમાં નક્સલીઓએ લગાવેલા આઇઇડી વિસ્ફોટથી મજૂરનું મોતઃ એક ઇજાગ્રસ્ત…

નારાયણપુર: છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં આયર્નની ખાણમાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) વિસ્ફોટ થતાં એક મજૂરનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો.
પોલીસે આ અંગે માહિતી આપી હતી. આ ઘટના આજે રાયપુરથી લગભગ 350 કિલોમીટર દૂર છોટે ડોંગર પોલીસ સ્ટેશન વિસ્તારની અમદઈ આયર્ન ખાણમાં વિસ્ફોટ થયો હતો. ખાણમાં સવારે લગભગ 10:45 વાગ્યે વિસ્ફોટ થયો હતો, જેમાં શ્રમિકોને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત કામદારને રીફર કરાયો હતો.

Also read : હરિયાણામાં એર ફોર્સનું ફાઈટર વિમાન ક્રેશ, પાઈલટનો આબાદ બચાવ

પોલીસે જણાવ્યું હતું કે બે કામદારો અજાણતાં આઇઇડીના સંપર્કમાં આવ્યા હતા, જેના કારણે ખુલ્લી જગ્યાએ વિસ્ફોટ થયો હતો જ્યાં મજૂરો નિયમિતપણે આરામ કરે છે. ઘાયલ કામદારો દિલીપ કુમાર બઘેલ અને હરેન્દ્ર નાગને છોટે ડોંગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Also read : ઝારખંડમાં ભાજપ નેતા સીતા સોરેન પર ગોળીબારનો પ્રયાસ, જાણો કોણે કર્યો હુમલો

બઘેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઘાયલ કામદારની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જયસ્વાલ નેકો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને અમદાઈ ખાણમાં આયર્ન ઓરની ખાણ ફાળવવામાં આવી છે અને નક્સલવાદીઓ લાંબા સમયથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. આ વર્ષે 5 ફેબ્રુઆરીના રોજ અમદઈ ખાણમાં આવા જ વિસ્ફોટમાં એક કામદાર ઘાયલ થયો હતો, જ્યારે નવેમ્બર 2023માં થયેલા વિસ્ફોટમાં બે કામદારોના મોત થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button