પુણેમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન જ્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર અને હંમેશા પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં રહેલાં શુભમન ગિલે શાર્દુલ ઠાકુરની ઓવરમાં તૌહીદ રિદોયનો કેચ પકડ્યો ત્યારે સારા તેંડુલકરની ખુશીનો પાર નહોતો રહ્યો. સોશિયલ મીડિયા પર સારાના રિએક્શનનો આ વીડિયો ધૂમ વાઈરલ થયો હતો.
વાત જાણે એમ છે કે સારા તેંડુલકર પણ ટીમ ઈન્ડિયાને ચિયર અપ કરવા માટે પુણેના એમસીએ સ્ટેડિયમ પહોંચી હતી. શાર્દુલ ઠાકુરની ઓવરમાં જે રીતે ગિલે તૌહિદનો કેચ પકડ્યો એ જોઈને સારાની ખુશીનો પાર નહોતો રહ્યો અને તેણે તાળીઓના ગડગડાટથી ગિલનો ઉત્સાહ વધાર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સારા અને શુભમનનું નામ અવારનવાર જોડવામાં આવે છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ સત્તાવાર રીતે આ રિલેશનશિપને લઈને ખુલીને કંઈ બોલતા નથી. સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે અને ગણતરી સેકન્ડમાં જ વાઈરલ થઈ જતા હોય છે.
આ ઉપરાંત સારા હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે અને એનું બીજું કારણ છે તેની સાથે મેચ દરમિયાન જોવા મળેલો મિસ્ટ્રી મેન. મેચ ચાલી રહી હતી અને અચાનક જ સારા તેંડુલકર પર ગયો હતો. સારા ટીમ ઈન્ડિયાને ચિયર અપ કરતી જોવા મળી હતી અને એ જ સમયે તેની બાજુમાં એક યુવક બેઠેલો જોવા મળ્યો હતો.
બસ પછી તો પૂછવું જ શું? સોશિયલ મીડિયા પર આ મિસ્ટ્રી મેન વિશેની ચર્ચા ચાલું થઈ ગયું હતું. એક યુઝરે આ ફોટો પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે આ મિસ્ટ્રી મેન જુગનૂ છે તો બીજા એક યુઝરે કહ્યું હતું કે આ યુવક શુભમન ગિલનો બેસ્ટ ફ્રેન્ડ કેપી ઔલખ હોવાનું કહેવાય છે.