મહારાષ્ટ્રનું અર્થતંત્ર 7.3 ટકાના દરે 2024-25 માં રહેવાનો અંદાજ: કૃષિ ક્ષેત્રનો વિકાસદર 8.7 ટકા રહેશે…

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં શુક્રવારે રજૂ કરાયેલા રાજ્યના આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે મહારાષ્ટ્રનો અર્થતંત્ર 2024-25 માં 7.3 ટકાના દરે વૃદ્ધિ પામશે, જે ગયા નાણાકીય વર્ષમાં 7.1 ટકા રહ્યો હતો. આમ આ વર્ષે વિકાસદરમાં વધારો જોવા મળ્યો છે.
Also read : મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ
રાજ્યના વિકાસને વેગ આપતા મુખ્ય સેવા ક્ષેત્રનો વિકાસ દર ગયા વર્ષના 8.3 ટકાથી ઘટીને ચાલુ નાણાકીય વર્ષમાં 7.8 ટકા થવાની ધારણા છે, જોકે કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રો અનુક્રમે 8.7 ટકા અને 4.9 ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે, જે ગયા વર્ષે અનુક્રમે 3.3 અને 6.2 ટકા રહ્યા હતા.
રાજ્યનો જીડીપી ગયા વર્ષે 40,55,847 કરોડ રૂપિયાથી વધીને 45,31,518 કરોડ રૂપિયા થયો છે, જ્યારે રાજ્યની માથાદીઠ આવક ગયા વર્ષે 2.78 લાખ રૂપિયાથી વધીને 3.09 લાખ રૂપિયા થઈ છે. જોકે, રાજ્યના 36 જિલ્લાઓમાંથી બાર જિલ્લાઓમાં 2023-24માં રાષ્ટ્રીય માથાદીઠ આવક 1.89 લાખ રૂપિયાથી ઓછી છે.
ગયા નાણાકીય વર્ષના આંકડા મુજબ મહારાષ્ટ્રની માથાદીઠ આવક (2.78 લાખ રૂપિયા) હજુ પણ તમિલનાડુ (3.14 લાખ), કર્ણાટક (3.32 લાખ), ગુજરાત (2.98 લાખ) અને તેલંગાણા (3.57 લાખ) જેવા રાજ્યોથી ઓછી છે.
2024-25માં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓનો અંદાજિત વિકાસ છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ રહેવાની ધારણા છે. 2020-21માં તે 11.6 ટકા હતો.
રાજ્ય સરકારની આવક ગયા વર્ષના 4.86 લાખ કરોડ રૂપિયાના પ્રારંભિક અંદાજથી વધીને 4.99 લાખ કરોડ રૂપિયા થવાની ધારણા છે. જોકે, ચાલુ નાણાકીય વર્ષમાં મહેસૂલી ખાધ 20,051 કરોડ રહેવાની ધારણા છે જ્યારે જીએસડીપીની સરખામણીએ સામે મહેસૂલ ખાધ 0.4 ટકા રહેશે. જીએસડીપી સામે રાજકોષીય ખાધ 2.4 ટકા અને જીએસડીપી સામે દેવું 17.3 ટકા રહેશે.
દસ્તાવેજ મુજબ, મેટ્રો લાઇન 1 (વર્સોવાથી ઘાટકોપર) માં 2024-25માં દરરોજ 5,00,000 મુસાફરો મુસાફરી કરતા હતા, જ્યારે લાઇન 2-એ (દહિસર-ડીએન નગર) અને 7 (દહિસર-અંધેરી પૂર્વ) માં દરરોજ 1,52,000 મુસાફરો મુસાફરી કરતા હતા. આરે અને બીકેસી વચ્ચે મેટ્રો-3ના પ્રથમ તબક્કામાં દરરોજ 21,693 મુસાફરો છે.
ગયા વર્ષના સપ્ટેમ્બરના અંત સુધીમાં, રાજ્યમાં ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર બેઝ 11.06 કરોડ હતો, જ્યારે મોબાઇલ કનેક્શન 12.56 કરોડ હતા. રાજ્યમાં 17,552 ઘરોમાં વાઇ-ફાઇ હોટસ્પોટ છે અને 38,717 એક્સેસ પોઇન્ટ ઉપલબ્ધ છે, એમ અહેવાલમાં જણાવાયું છે.
રાજ્ય સરકારે ડિસેમ્બર 2024 સુધીમાં 23.8 મિલિયન લોકોને લાડકી બહેન યોજના પર 17,506 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
રાજ્યમાં પહેલી જાન્યુઆરી-2025ના રોજ રસ્તા પર કુલ વાહનોની સંખ્યા 488 લાખ હતી, જે એક કિલોમીટર રસ્તા પર 149 વાહનો થવા જાય છે. જે ગયા વર્ષે 458 લાખ (એક કિલોમીટર રોડ પર 141 વાહનો) હતી. આમ એક વર્ષમાં આઠ લાખ વાહનોનો વધારો થયો છે.
બેટરી સંચાલિત વાહનોન ડિસેમ્બર-2024 સુધીમાં થયેલી નોંધણી 6,44,779 પર પહોંચી હતી, જે આગલા વર્ષે 3,94,337 હતી. રાજ્યમાં 2023-24માં રાજ્યના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પેસેન્જરની સંખ્યા સ્થાનિકમાં 524.70 લાખ અને આંતરરાષ્ટ્રીય 146.03 લાખ હતી, જે અગાઉના વર્ષમાં અનુક્રમે 446.98 લાખ અને 114.13 લાખ હતી.
આવી જ રીતે 2023-24માં એરપોર્ટ પરથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ કાર્ગો 2.79 લાખ મે.ટન અને 5.92 લાખ મે. ટન અનુક્રમે રહ્યો હતો, જે અગાઉના વર્ષે 2.87 લાખ મે. ટન અને 5.40 લાખ મે. ટન હતો.
દૂધના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર ઠેઠ પાંચમા સ્થાને રહ્યું હતું અને રાષ્ટ્રીય સ્તરે તેનું યોગદાન ફક્ત 6.7 ટકા જેટલું છે. મહારાષ્ટ્રમાં 2023-24માં બધી સહકારી દૂધ કંપનીઓ દ્વારા સરેરાશ દૈનિક ઉત્પાદન 42.32 લાખ લિટર રહ્યું હતું, જે અગાઉના વર્ષે 38.45 લાખ લિટર હતું.
રાજ્યમાં શેરડીના ઉત્પાદનમાં 6.6 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. દાળના ઉત્પાદનમાં 25 ટકાનો વધારો થવાની શક્યતા છે, જ્યારે તેલિબિયાંના ઉત્પાદનમાં 22.7 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે.
Also read : ફાઉન્ટન પર મલ્ટિ-લેવલ રોબોટિક-પબ્લિક પાર્કિંગનું કામ શરૂ
ઓક્ટોબર-2019થી સપ્ટેમ્બર-2024 સુધીના સમયગાળામાં મહારાષ્ટ્ર સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ)માં 31 ટકા હિસ્સા સાથે દેશમાં મોખરે રહ્યું હતું