હિન્દી ભાષાનાં વિરોધ મુદ્દે સ્ટાલિનને અમિત શાહે બતાવ્યો આયનોઃ કહ્યું પહેલા આ કરો….

ચેન્નઈ: તમિલનાડુનાં રાજકારણમાં હિન્દી ભાષાનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે તમિલનાડુના તક્કોલમ ખાતે આયોજિત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના 56મા સ્થાપના દિવસ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ દરમિયાન હિન્દી-તમિલ ભાષાના વિવાદ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનને આયનો બતાવ્યો હતો.
આ પણ વાંચો: Delimitation Row : સીમાંકન મુદ્દે સ્ટાલિને મોરચો માંડ્યો, સાત રાજ્યના મુખ્યમંત્રીને બેઠક માટે આમંત્રણ
એમકે સ્ટાલિન પર કર્યાં આકરા પ્રહાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન પર પ્રહારો કર્યા હતા. તેમણે અને આરોપ લગાવ્યો કે છેલ્લા બે વર્ષમાં અનેક અરજીઓ બાદ પણ મુખ્ય પ્રધાન સ્ટાલીને રાજ્યમાં મેડિકલ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમો તમિલ ભાષામાં શરૂ કરવા કોઇ પગલાં લીધા નથી. રાજ્યમાં ત્રણ ભાષાને લાદવાના આરોપોને લઈને તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સરકાર અને કેન્દ્ર વચ્ચે ચાલી રહેલા આરોપો વચ્ચે આ નિવેદન આવ્યું છે.
2 વર્ષથી નથી કરી કોઈ કાર્યવાહી
અમિત શાહે કહ્યું, “અત્યાર સુધીમાં CAPF ભરતીમાં માતૃભાષાને કોઇ જ સ્થાન આપ્યું નહોતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો કે હવે તમિલ સહિત આઠમી અનુસૂચિની તમામ ભાષાઓમાં CAPF પરીક્ષા આપી શકશે. તેમણે તમિલનાડુનાં મુખ્ય પ્રધાનને અપીલ કરી હતી કે તેઓ ખૂબ જ ઝપડથી તમિલ ભાષામાં મેડિકલ અને એન્જિનિયરિંગનાં અભ્યાસક્રમ શરૂ કરવા પગલાં ઉઠાવે. તેમણે આનાથી માતૃભાષાને માત્ર મજબૂતાઈ જ નહીં મળે પણ યુવાનોને સમાન તકો મળશે. હું બે વર્ષથી આ કહી રહ્યો છું પણ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
હિન્દીને થોપવામાં આવતી હોવાનો આક્ષેપ
તમિલનાડુમાં હિન્દી ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સરકાર દ્વારા આરોપ કરવામાં આવી રહ્યો છે કે હિન્દીને થોપવામાં આવી રહી છે. આ મુદ્દે ડીએમકે પ્રમુખ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિન કેન્દ્ર સરકાર પર આક્ષેપો કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ તેમણે આક્ષેપ કર્યો હતો કે અખંડ હિન્દી ઓળખ માટેના દબાણે “પ્રાચીન માતૃભાષાઓનો નાશ કર્યો.” તેમણે દાવો કર્યો કે હિન્દીને સ્થાન આપતી ભાષાઓ આખરે કોઈ નિશાન વિના ખોવાઈ ગઈ. ઉત્તર પ્રદેશ, બિહાર ક્યારેય હિન્દીભાષી પ્રદેશો નહોતા.