આમચી મુંબઈ

રાજ્યમાં હોર્ડિંગ્સનું દર વર્ષે ઓડિટ કરવામાં આવશે: ઉદ્યોગ પ્રધાન…

મુંબઈ: રાજ્ય અને મુંબઈમાંથી અત્યાર સુધીમાં 1,09,387 જોખમી હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે અને રાજ્યની હોર્ડિંગ નીતિમાં સુધારો કરવામાં આવશે. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક હોર્ડિંગ પડી જવાની કમનસીબ ઘટના બની. રાજ્યમાં આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓ દ્વારા અધિકૃત અને અનધિકૃત બંને પ્રકારના તમામ હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવશે, એમ વિધાનસભામાં પ્રશ્ર્નકાળ દરમિયાન ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું.

Also read : મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ

યોગેશ સાગર દ્વારા ઉપસ્થિત કરાયેલા આ પ્રશ્ર્ન સંબંધે વિજય વડેટ્ટીવાર, અમિત સાટમ, જિતેન્દ્ર આવ્હાડ, સુભાષ દેશમુખ, ચેતન ટુપે, વરુણ સરદેસાઈ વગેરેએ પેટા પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા.

ઉદ્યોગ પ્રધાન સામંતે જણાવ્યું હતું કે, રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયત વિસ્તારો માટે અલગ જાહેરાત નીતિઓ જારી કરવામાં આવી છે. ઘાટકોપર દુર્ઘટના બાદ, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકા અને નગર પંચાયતોને આ નિયમોનું કડક પાલન કરવા અને અનધિકૃત હોર્ડિંગ્સ દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે.

ઉપરાંત, અનધિકૃત હોર્ડિંગ્સ, ઊંચા લોખંડના ટાવર, મોબાઇલ ટાવર, લોખંડના કાર પાર્કિંગ ટાવર વગેરેનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાના આદેશો આપવામાં આવ્યા છે.

રાજ્યમાં કુલ 9,026 હોર્ડિંગ્સનું ઓડિટ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 1,09,387 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે, અને આ મામલે સહકાર ન આપનારાઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે. આવા કુલ 59 કેસ નોંધાયા છે, એવી માહિતી આપતાં સામંતે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ વિસ્તારમાં 48 ગુના નોંધાયા હતા અને નગરપાલિકા વિસ્તારમાં 11 ગુના નોંધાયા હતા.

Also read : ચેક બાઉન્સ કેસ: રામ ગોપાલ વર્મા વિરુદ્ધ કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું

આ પ્રસંગે રાજ્યકક્ષાના પ્રધાન માધુરી મિસાળે જણાવ્યું હતું કે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પછી, તમામ મહાનગરપાલિકાના ઓડિટ રિપોર્ટ આવી ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button