નીતા અંબાણીની સાદગીએ ફરી એક વખત જિત્યા લોકોના દિલ, તમે પણ જોઈને કહેશો કે…

અંબાણી પરિવાર (Ambani Family)ના લેડી બિગ બોસ નીતા અંબાણી (Nita Ambani) 63 વર્ષેય પોતાની સુંદરતા અને સ્ટાઈલથી લોકોના દિલ જિતી લે છે. નીતા અંબાણીને સાડીઓ પહેરવાનો ખૂબ જ શોખ છે અને તે અવારનવાર તેમની સ્ટાઈલિંગ પરથી ખ્યાલ આવે જ છે. ફરી એક વખત નીતા અંબાણી સાડીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો સુંદર રીતે રજૂ કર્યો હતો અને નીતા અંબાણીનો આ સિમ્પલ અને સાદગીપૂર્ણ લૂક લોકાના દિલ જિતી રહ્યું છે. આવો જોઈએ આ વખતે શું ખાસ હતું નીતા અંબાણીના લૂકમાં-
સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો લૂક વાઈરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ નીતા અંબાણીએ હાલમાં એનએમએસીસીએ યોજાયેલા એક કાર્યક્રમમાં સુંદર સાડી પહેરી હતી. આ સાડીમાં નીતા અંબાણી ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. જાણીતા મનિષ મલ્હોત્રાની ડિઝાઈન કરેલી આ સાડી સમર્સ માટે એકદમ પરફેક્ટ હતી. આ સાડીના ફેબ્રિકથી લઈને કલર્સ સુધીની તમામ બાબતો એકદમ સમર ફ્રેન્ડલી હતા.
આ પણ વાંચો: નીતા અંબાણી પાસે રહેલાં આ નેકલેસની કિંમત એટલી કે સાત પેઢીઓ આરામથી…
આ ઈવેન્ટ માટે નીતા અંબાણીએ બ્રાઉન કલરની સાડી પહેરી હતી, જેનું ફેબ્રિક ખૂબ જ હળવું હતું, પરંતુ તેની બોર્ડર પર હેવી સિક્વેન્સ જોવા મળી હતી. આ સાડીને નીતા અંબાણીએ ખૂબ જ સ્ટાઈલિશ મેચિંગ સિક્વેન્સ થ્રી ફોર્થ સ્લીવ્ઝવાળા બ્લાઉસ સાથે પેયરઅપ કર્યું હતું. નીતા અંબાણીનો આ બ્લાઉઝ ઓલમોસ્ટ બેકલેસ હતો. આ બ્લાઉસમાં ઉપર અને નીચેની તરફ પટ્ટી હતી જેમાં ઉપરની તરફ બ્રાઉન કલરના ટસલ્સ લગાવવામાં આવ્યા હતા.
નીતા અંબાણીએ તેમના આ લૂક સાથે લેસ ઈઝ મોરનો કોન્સેપ્ટ ફોલો કર્યો અને મિનિમલ જ્વેલરી સાથે પેયર કર્યા હતા. આ સાડી સાથે તેમણે ડાયમંડ સ્ટડ ઈયરરિંગ્સ, રિંગ અને ઘડિયાળ પહેર્યું હતું. સટલ મેકઅપ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા. નીતા અંબાણીનો આ લૂક સોશિયલ મીડિયા ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ ના જોયો હોય તો નીતા અંબાણીનો આ વાઈરલ લૂક જોઈ જ લો…