નેશનલ

હરિયાણામાં એર ફોર્સનું ફાઈટર વિમાન ક્રેશ, પાઈલટનો આબાદ બચાવ

નવી દિલ્હીઃ હરિયાણાના અંબાલામાં ઈન્ડિયન એરફોર્સના એક ફાઈટર એરક્રાફટને ભયંકર અકસ્માત નડ્યો છે. આ અકસ્માત હરિયાણાના પહાડી વિસ્તાર મોરનીના બાલદવાલા ગામ નજીક થયો હતો. વિમાનના અકસ્માત પછી સદ્નસીબે વિમાનના પાઈલોટે પેરાશૂટની મદદથી પોતાનો જીવ બચાવી લેવામાં સફળ રહ્યો હતો. આ અકસ્માતની જાણ થયા પછી સ્થાનિક પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: આઠ વર્ષ પછી ઈન્ડિયન એર ફોર્સનું ગુમ થયેલું પ્લેન મળ્યું, 29 લોકોનું થયું હતું મોત

અંબાલામાં એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત

ઈન્ડિયન એરફોર્સે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે હવાઈ દળના જેગુઆર એરક્રાફટ ક્રેશ થયું હતું, જ્યારે પાઈલટે અકસ્માત પૂર્વે પેરાશૂટ મારફત સુરક્ષિત સ્થળે પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર હવાઈદળનું જેગુઆર એરક્રાફ્ટ અંબાલામાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનનો પાઈલટ રેગ્યુલર ટ્રેનિંગ પર હતો ત્યારે અકસ્માત થયો હતો.

પાઈલટ સુરક્ષિત રીતે કર્યું ઉતરાણ

વિમાન દુર્ઘટના પછી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો. આ અકસ્માતની જાણ થયા પછી પાઈલટ એરક્રાફ્ટને સૂઝબૂઝપૂર્વક સ્થાનિક વસાહતથી દૂર લઈ ગયો હતો, ત્યારબાદ પેરાશૂટની મદદથી જમીન પર સફળતાપૂર્વક ઉડાન કર્યું હતું. આ અકસ્માત પછી હવાઈ દળ દ્વારા ઉચ્ચ સ્તરીય ધોરણે તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button