આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગુણવત્તાયુક્ત 89 મરાઠી ફિલ્મોને આર્થિક સબસિડી મળશે

આજે સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવાર ચેકનું વિતરણ કરશે

મુંબઈ: ગુણવત્તાયુક્ત મરાઠી ફિલ્મ નિર્માણ માટે સબસિડી યોજના હેઠળ 89 જેટલી મરાઠી ફિલ્મોને ચેકનું વિતરણ કરવામાં આવશે. શુક્રવાર, 20 ઓક્ટોબર, 2023 ના રોજ, સાંજના 6 વાગ્યે, સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારના હસ્તે પ્રભાદેવીના રવીન્દ્ર નાટ્ય મંદિર ખાતે ચેક વિતરણ કાર્યક્રમ યોજાશે.

ફેબ્રુઆરી 2023 થી જૂન 2023 સુધી કુલ 174 ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં ‘A’ ગ્રેડ ધરાવતી 37 ફિલ્મો, ‘B’ ગ્રેડ વાળી 48 ફિલ્મો, રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કાર ધરાવતી 04 ફિલ્મ મળીને કુલ 89 ફિલ્મોને સબસીડી આપવામાં આવશે. આ હેતુ માટે કુલ રૂ. 29 કરોડ 85 લાખ વહેંચવામાં આવશે.

રાજ્ય સરકારે ગુણવત્તાયુક્ત મરાઠી ફિલ્મ નિર્માણ માટે નાણાંકીય સહાય યોજના અમલમાં મૂકી છે. તેમાં સમયાંતરે ફેરફાર અને સુધારો કરવામાં આવ્યો છે અને આ યોજના મહારાષ્ટ્ર ફિલ્મ થિયેટર એન્ડ કલ્ચરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન વતી લાગુ કરવામાં આવી છે.

ગુણવત્તાયુક્ત ફિલ્મ નિર્માણ ભંડોળ યોજના હેઠળ, “A” ગ્રેડ વાળી ફિલ્મો માટે 40 લાખ રૂપિયા અને “B” ગ્રેડવાળી ફિલ્મો માટે 30 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે. પરીક્ષાના અંતે, 71 થી વધુ ગુણ ધરાવતી ફિલ્મ ને “A” ગ્રેડ આપવામાં આવે છે અને 51 થી 70 માર્ક્સ વાળી ફિલ્મોને “B” ગ્રેડ આપવામાં આવે છે.

મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર / રાષ્ટ્રીય પુરસ્કાર / આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મોને કોઈપણ મૂલ્યાંકન વિના “A” ગ્રેડ આપવામાં આવે છે. પરંતુ આ માટે ફિલ્મના પ્રદર્શનને લગતી શરતો પૂરી કરવી ફરજિયાત છે. મરાઠી ફિલ્મોને નાણાકીય સહાય મંજૂર કરવા માટે 28 સભ્યોની ફિલ્મ સમીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ‘દશક્રિયા’, ‘બારડો’ અને ‘ફ્યુનરલ’ અને રાજ્ય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘તેંડલ્યા’ને સબસિડી મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button