આપણું ગુજરાત

Gujarat એ મેળવી વધુ એક સિદ્ધિ, રાજ્યનો વ્યાજ ખર્ચ માત્ર 11. 21 ટકા નોંધાયો

અમદાવાદ: ગુજરાતે(Gujarat)દેશના અન્ય રાજ્યોની સરખામણીએ નાણાકીય વ્યવસ્થાપન અંગે અનોખી સિદ્ધિ મેળવી છે. જેમાં 13 માં નાણાપંચની ભલામણ મુજબ વ્યાજનો ખર્ચ મહેસૂલી આવકના પ્રમાણમાં 20 ટકાથી અંદર રહેવો જોઇએ. જે અન્વયે વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ પ્રમાણે ગુજરાતની મહેસૂલી આવકના પ્રમાણમાં વ્યાજનો ખર્ચ કુશળ નાણાકીય વ્યવસ્થાપનના પરિણામે ઘટીને માત્ર 11.21 ટકા જ થયો છે. વર્ષ 2025-26ના અંદાજપત્રમાં આ વ્યાજ ખર્ચને ઘટાડીને 10.98 ટકા સુધી સીમીત રાખવાનો અંદાજ છે.

આ પણ વાંચો: જીપીએસસીના ઉમેદવારો માટે સારા સમાચાર, આયોગે 240 જગ્યા પર ભરતી કરવાની કરી જાહેરાત

મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચનો ગુણોત્તર 2.9

અંદાજપત્રની ચોથા અને અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં પોતાના વિચારો રજૂ કરતા નાણા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2012-13 થી વર્ષ 2022 -23 ના દાયકામાં ગુજરાતના કુલ GSDP સામે દેવામાં 4.5 ટકાનો ઘટાડો થયો છે. જે ભારતના મોટા રાજ્યોમાં સૌથી વધુ ઘટાડો છે. આ ઉપરાંત ગુજરાતનો મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચનો ગુણોત્તર 2.9 છે. જે ભારતના તમામ મોટા રાજ્યોમાં સૌથી ઓછો છે. ભારતના અન્ય રાજ્યોમાં આ ગુણોત્તર સરેરાશ 5. 1 જેટલો ઉંચો છે.

દાયકામાં સરેરાશ 8.2 ટકા જેટલો ઉંચો વિકાસ દર

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ગુજરાતની અર્થવ્યવસ્થા છેલ્લા બે દાયકાથી પૂરવેગે વિકસી રહી છે. છેલ્લા એક દાયકામાં જ સરેરાશ 8.2 ટકા જેટલા ઉંચા વિકાસ દર સાથે ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. જ્યારે નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસ સાથે ગુજરાતને સુશાસન સૂચકાંકમાં દેશભરમાં પ્રથમ ક્રમ મળ્યો છે. નીતિ આયોગે વર્ષ-2025માં જાહેર કરેલા રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં પણ ગુજરાત રાજ્યને અચિવર્સનો દરજ્જો મળ્યો છે. દેવાના વ્યવસ્થાપનમાં પણ ગુજરાતે સંયમ રાખી અસરકારક અને કાર્યક્ષમ કામગીરી કરી ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button