Happy Birthday: 500થી વધુ ફિલ્મ, 400 કરોડથી વધુની નેટવર્થ, બે લગ્ન બાદ પણ નિઃસંતાન છે આ દિગ્ગજ કલાકાર…

40 વર્ષથી ઈન્ડસ્ટ્રી પર રાજ કરીને 500થી વધુ ફિલ્મો કરનાર બોલીવૂડના દિગ્ગજ કલાકારનો આજે 70મો જન્મ દિવસ છે. બે લગ્ન બાદ નિઃસંતાન એવા આ કલાકાર આજે 405 કરોડથી વધુ સંપત્તિના માલિક છે અને પોતાની લાઈફને ખૂબ જ સારી રીતે એન્જોય કરી રહ્યા છે. ઉંમર એ બસ એક નંબર છે અને આ વાતને આજના બર્થડે બોયે ખૂબ જ સારી રીતે આત્મસાત કરી લીધી છે. હજી ખ્યાલ ના આવ્યો હોય કે અહીંયા કયા કલાકારની વાત થઈ રહી છે તો તમારી જાણ માટે કે અમે અહીં વાત કરીએ રહ્યા છીએ અનુપમ ખેરની.
અનુપમ ખેર આજે 70મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓ પણ તેમને જન્મદિવસની શુભેચ્છા મોકલાવી રહ્યા છે. આજે બર્થડે પર અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે અને આ પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે ઉંમર એ માત્ર એક નંબર છે અને હું તેનું બેસ્ટ એક્ઝામ્પલ છું.
અનુપમ ખેરે શેર કરેલી પોસ્ટમાં તેમણે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે અત્યાર સુધી કરેલી આઈકોનિક ફિલ્મના તેમના લૂક અને તેમણે કઈ ઉંમરમાં એ રોલ કર્યો હતો એની માહિતી આપવામાં આવી છે. આ વીડિયો સાથે અનુપમ ખેરે પોતાના ફેન્સ માટે એક ખાસ મેસેજ પણ લખ્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આજે મારો જન્મદિવસ છે 70મો. જે વ્યક્તિએ ફિલ્મોમાં 28 વર્ષની ઉંમરમાં 65 વર્ષના વૃદ્ધનો રોલ કર્યો અને ત્યાર બાદ મોટાભાગે પોતાની ઉંમરથી મોટી ઉંમરના રોલ કર્યા હોય એની જુવાનીના દિવસો તો અત્યારે શરૂ થયા છે. આ વાતનું ઉદાહરણ હું છું કે ઉંમર એ તો માત્ર નંબર છે.
આ પણ વાંચો: 40 વર્ષની ફિલ્મી કારકિર્દીને વાગોળતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર કરી મોટી વાત…
પોતાની પોસ્ટમાં અનુપમ ખેરે આગળ એવું પણ જણાવ્યું છે કે તમે મને જન્મદિવસ પર આશિર્વાદ અને શુભેચ્છાઓ પાઠવો. હું હરિદ્વાર આવ્યો છું મારા માતા, મિત્રો અને પરિવારના લોકો સાથે. આ વખતનો જન્મદિવસ ખૂબ જ ખાસ છે અને હું એને ખૂબ જ સનાતની રીતે ઉજવીશ. જય મા ગંગે, હર હર મહાદેવ…
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ અનુપમ ખેરે પોતાની માતા સાથે અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ ગંગા ઘાટ પર પૂજા-અર્ચના કરતાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ગાંધીબાપુનું ‘ટ્રિન ટ્રિન’ અનુપમ ખેરને!
વાત કરીએ અનુપમ ખેરના વર્કફ્રન્ટની તો તેઓ ટૂંક સમયમાં જ ફિલ્મ તુમકો મેરી કસમમાં જોવા મળશે. આ ફિલ્મ ડો. અજય મુર્ડિયાના જીવનથી પ્રેરિત હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ફિલ્મમાં અનુપમ ખેર સિવાય અદા શર્મા અને ઈશા દેઓલ પણ જોવા મળશે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલ લોન્ચ કરવામાં આવ્યું હતું એ સમયે ઈન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર મહેશ ભટ્ટ સાથે અનુપમ ખેરની તૂ-તૂ મૈં મૈં થઈ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. એવું કહેવાઈ રહ્યું હતું કે અનુપમ ખેરે મહેશ ભટ્ટને મંચ પરથી ઉતરી જવા માટે જણાવ્યું હતું જેનાથી મહેશ ભટ્ટ ગુસ્સે ભરાયા હતા.