આપણું ગુજરાત

ગુજરાતમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી બઢતી-બદલીનો દૌર ચાલી રહ્યો છે. આજે રાજ્યમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલી કરવામાં આવી હતી. પરમાર વરસંગભાઈ નાડોદાની પાટણથી બાવળા, કાજલ પી જાનીની ધોરાજીથી જેતપુર, ડીડી રામાનુજની પાલીતાણાથી જસદણ, ભગવાનભાઈ એન ગુર્જરની સિદ્ધપુરથી દાંતા ખાતે બદલી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Ahmedabab શિક્ષણ અધિકારીની શાળાઓની ફી ઉઘરાણી મુદ્દે લાલઆંખ, સ્કૂલોને પરિપત્ર મોકલ્યો

આ ઉપરાંત મહેન્દ્ર મકવાણાની દાંતાથી પાટણ, કૃણાલ એસ હઠીલાની ગોધરાથી શહેરા, હસુમતીબેન પરમારની ભુજથી સરસ્વતી, હિનાબેન વસંતભાઈ ચાંવની રાજુલાથી બગસરા, જી જે અધેરાની અંજારથી ગારિયાધાર, એચ આર હડીયાની વેરાવળથી ગાંધીનગર, માધવસિંહ પરમારની તળાજાથી ઉમરેઠ, ચેતનાબેન પરમારની ઘોઘંબાથી વડોદરા, એસ પી ડાંગરની સાવરકુંડલાથી રાજકોટ ખાતે બદલી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: શિક્ષક પાસે લાંચ લેવા બદલ શિક્ષણ અધિકારીની ધરપકડ

દિનેશભાઈ ગરચરની મોરબીથી જોડિયા, જયરામભાઈ હીરાભાઈ વાઢેરની સમીથી સાંતલપુર, નફીસાબેન રહીમભાઈ મનસુરીની લાખણીથી સિદ્ધપુર, મનીષલાલ નાનાલાલ વન્ડ્રાની કોડીનારથી વિંછીયા, રમેશભાઈ ડાભીની વડાલીથી પાલનપુર, સી એસ પાબુવંશીની ચાણસ્માથી લાખણી, અજયકુમાર જોષીની લાઠીથી શિહોર, અતુલભાઈ હરિભાઈ મકવાણાની લીલીયાથી તળાજા, જ્યોતિબેન પટેલની કામરેજથી ઉમરપાડા, હંસાબેન રામજીભાઈ પટેલની પાલનપુરથી ઉંઝા, પ્રકાશભાઈ વણકરની થરાદથી દિયોદર, કલાવતીબેન ચંદુભાઈ પટેલની વડગામથી વઘઈ, ભરતભાઈ ભેમાભાઈ ચૌધરીની કાંકરેજથી વડગામ ખાતે બદલી કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button