નેશનલ

કાશ્મીરમાં છ વર્ષ બાદ રજૂ થયું બજેટ, અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થામાં કરાશે વધારો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં છ વર્ષ પ્રથમ વખત બજેટ રજૂ થયું હતું. મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ રાજ્યના પવિત્ર યાત્રાધામ અમરનાથના દર્શને આવનારા શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થા સાથે સુરક્ષા માટે વધારો કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, મુખ્ય પ્રધાને ઈકોનોમિક ગ્રોથનો રોડમેપ તૈયાર હોવાનું જણાવ્યું હતું. તેમની પાસે નાણા ખાતું છે. વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરતી વખતે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામનનો વિવિધ સેક્ટરમાં સપોર્ટ આપવા બદલ પણ આભાર માન્યો હતો.

તેમણે કહ્યું હતું કે અમારી સરકાર છેલ્લા વર્ષોની સફળતાને આધારે સુરક્ષિત અમરનાથ યાત્રા કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આગામી દિવસોમાં અમરનાથની યાત્રા માટે વિવિધ સરકારી એજન્સી અને ભાગીદારો વચ્ચે સરળ સંકલન સાથે અમે યાત્રાળુઓની સુવિધામાં વધારો કરીશું તેમ જ સલામતીના પગલાં પણ સુધારીશું, એમ ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું.

શાંતિની દિશામાં આગળ વધી રહ્યું છે રાજ્યઃ અબ્દુલ્લા

તેમણે કહ્યું, નાણા પ્રધાન તરીકે પ્રથમ વખત બજેટ રજૂ કરતી વખતે મને ખુશી થાય છે. આ ઈકોનોમિક ગ્રોથનો રોડમેપ છે અને લોકોની આશાનું પ્રતિબિંબ છે. જમ્મુ-કાશ્મીર હવે શાંતિની દિશામાં આગળ વધી રહ્યું છે.

બજેટની મુખ્ય વાતો

  • કૃષિ માટે 815 કરોડ રૂપિયાની ફાળવણી
  • 2.88 લાખ યુવાનો માટે રોજગારી સર્જન
  • પર્યટન માટે 390.20 કરોડ રૂપિયાની જોગવાઈ
  • 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો
  • બે એઈમ્સ અને 10 નવી નર્સિંગ કોલેજ ખૂલશે
  • ફિલ્મ નીતિની શરૂઆત (રમત ગમત અને ઈકો ટૂરિઝમ બનાવવાનું લક્ષ્ય)
  • નવા ઉદ્યોગોનો વિકાસ
  • પર્યટનના વિકાસ માટે નવા આયોજન
  • ટેલીમેડિસિન સેવાનું વિસ્તરણ
  • નવો જળપાર્ક બનાવવા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button