Champions Trophy 2025

Rohit Sharmaની હાર જ અપાવશે ICC Champions Trophyમાં ટીમ ઈન્ડિયાને જિત…

9મી માર્ચનો દિવસ 140 કરોડ ભારતીયો માટે ખૂબ જ રોમાંચક રહેવાનો છે કારણ કે 25 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુબઈમાં ટકરાવવા જઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ની સેનાએ શાનદાર પર્ફોર્મન્સ આપ્યું છે અને હવે ફેન્સની નજર રવિવારની મેચ પર છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતની જિત માટે કેપ્ટન રોહિત શર્માની હાર ખૂબ જ જરૂરી છે? ચોંકી ઉઠ્યા ને? ચાલો તમને જણાવીએ આ પાછળનું આખું સમીકરણ-

રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ કિંગ કોહલીએ પોતાની અગ્રેસિવ ગેમથી લોકોને આકર્ષવામાં સફળ રહ્યો છે તો શ્રેયસ અય્યરે પણ પોતાની બેટિંગથી દર્શકોને ઈમ્પ્રેસ કર્યા છે. વાત કરીએ નીચલા ક્રમની તો કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને અને ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલ્સમાં પોતાનું સ્થાન હાંસિલ કર્યું છે.

રવિવારે દુબઈમાં ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ ટાઈટલ માટે ટકરાશે પણ જો રવિવારે ટીમ ઈન્ડિયાની જીતનો રસ્તો કેપ્ટન રોહિત શર્માની હાર પર નિર્ભર કરે છે. આવો જાણીએ કઈ રીતે- વાત જાણે એમ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા હજી સુધી અપરાજિત રહી છે અને રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ચારેય મેચમાં ઈન્ડિયાની જિત થઈ છે. પરંતુ કહાની મેં ટ્વીસ્ટ એ છે કે આ ચારેય મેચમાં રોહિત એકેય વખત ટોસ જિત્યો નથી.

આ પણ વાંચો…Shami Roza Row: મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કર્યો મોહમ્મદ શમીનો કર્યો બચાવ, કહ્યુ- ‘કોઇને આંગળી ઉઠાવવાનો અધિકાર નહીં’…

એક તરફ શરૂઆતમાં જ જ્યાં રોહિત શર્મા હારનો સ્વાદ ચાખ્યો છે ત્યારે જઈને ટીમ ઈન્ડિયાએ પાછળથી જિતનો સ્વાદ ચાખ્યો છે. હવે ક્રિકેટ ફેન્સ અને ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ પણ પ્રાર્થના કરશે કે ફાઈનલ્સમાં પણ રોહિત ટોસ હારી જાય. આમ કેપ્ટન રોહિત શર્માનું ટોસ હારવું ભારતની જિત માટે કદાચ કામ આવે એમ છે. તમારી જાણ માટે કે રોહિત છેલ્લી 11 ઓડીઆઈમાં સતત ટોસ હાર્યો છે.

વાત કરીએ ન્યુઝીલેન્ડ અને ટીમ ઈન્ડિયાના જિતના ચાન્સીસ વિશે તો ટીમ ઈન્ડિયા આઈસીસી ઈવેન્ટની ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવી શક્યું નથી. 2000માં પણ રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં પણ નુય્ઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. 2021માં પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કિવીઓએ ટીમ ઈન્ડિયાને પરાજિત કરી હતી.

ખેર, આપણે તો પ્રાર્થના કરીએ કે ટીમ ઈન્ડિયા આ વખતે કિવીઓ સામેની હારવાની પરંપરા પર બ્રેક લગાવે અને પોતાનો વિજયરથ આગળ ધપાવે. ઓલ ધ બેસ્ટ ટીમ ઈન્ડિયા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button