મનોરંજન

કૉમેડીમાં એક્કો ગોવિંદા જાહેરમાં કોની માટે આટલો રડી રહ્યો છે?

અભિનેતા ગોવિંદાને જોતા જ ચહેરા પર સ્માઈલ આવી જાય છે. ગોવિંદાએ તમામ પ્રકારના રોલ કર્યા છે, પરંતુ તેની કૉમેડીને ટક્કર મારી શકે તેવા અભિનેતા ઘણા ઓછા છે ત્યારે ગોવિંદાનો એક વીડિયો વાયરલ થયો છે તેમાં તે ખૂબ જ દુઃખી છે અને રડી રહ્યો છે. આ વીડિયો એક ફ્યુનરલનો છે. હકીકતમાં ગોવિંદાના સેક્રેટરી શશી પ્રભુનું દેહાંત થયું છે. ગોવિંદા તેમને અંતિમ વિદાય આપવા ગયો ત્યારે પોતાના આસું રોકી ના શક્યો અને રડી પડ્યો. આ સાથે તેમણે પરિવારને સાંત્વના પણ આપી.

ગોવિંદા અને શશી પ્રભુ વચ્ચે માત્ર સેક્રેટરી સેલેબ્રિટીઝનો સંબંધ ન હતો, પરંતુ બન્ને એકબીજાના મિત્ર પણ હતા. સંઘર્ષના દિવસોમાં શશી એક મિત્ર કરતા પણ મોટા ભાઈની જેમ તેની સાથે ઊભા હતા. તેના દરેક ઉતાર-ચઢાવમાં તેમની અને પરિવારની સાથે રહ્યા છે.

આ પણ વાંચો…Viral Video: ફેને આપી અભિષેક બચ્ચન સાથે કનેક્ટેડ ગિફ્ટ, ઐશ્વર્યા રાયે આપ્યું આવું રિએક્શન…

ગોવિંદા હાલમાં પત્ની સુનીતા સાથેના વણસેલા સંબંધોને લીધે પણ ચર્ચામાં છે. પત્ની સુનીતાએ છૂટાછેડાની નોટિસ આપી હોવાની ખબરો પણ આવી છે. થોડા દિવસો પહેલા પુત્ર યશવર્ધનના જન્મદિવસની પાર્ટીમાં પણ ગોવિંદા હાજર ન હતો. બન્નેનું 37 વર્ષનું લગ્નજીવન હાલમાં દાવ પર હોવાની ખબરો વચ્ચે ગોવિંદાએ એક સારા મિત્ર અને સેક્રેટરી પણ ગુમાવ્યા છે. વીડિયો જોઈ નેટિઝન્સ તેને સાંત્વના આપી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button