નેશનલ

આ જગ્યાએ બનશે સ્વર્ગસ્થ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું સ્મારક; પરિવારે આપી મંજૂરી

દિલ્હી: ગત ડિસેમ્બર મહિનાના અંતમાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું અવસાન થયું હતું. ડૉ. મનમોહન સિંહનું સ્મારક દિલ્હીમાં કઈ જગ્યાએ બનાવવું એ અંગે વિવાદ (Dr Manmohan Singh Memorial in Delhi) ઉભો થયો હતો. ત્યાર બાદ સ્મારક માટે જગ્યા પસંદ કરવા સરકારે એક સમિતિની રચના કરી હતી, ચર્ચાઓ બાદ સમિતિએ સ્મારક માટેની જગ્યા નક્કી કરી લીધી છે. અહેવાલ મુજબ દિલ્હીમાં રાજઘાટ નજીક રાષ્ટ્રીય સ્મારક ખાતે મનમોહન સિંહનું સ્મારક બનાવવામાં આવશે.

પરિવારે આપી મંજુરી:
અહેવાલમાં આપવામાં આવેલી જાણકારી મુજબ ભારત સરકારે આ સ્મારક માટે 900 ચોરસ મીટરની જમીન નક્કી કરી છે, મનમોહન સિંહના પરિવારજનોએ પણ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. ગયા અઠવાડિયે જ, મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌરે આ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને પછી તેમણે કેન્દ્રને ઔપચારિક મંજૂરી આપી હતી. મનમોહન સિંહની બંને પુત્રીઓ પણ તેમના પતિઓ સાથે રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી હતી. તેમને પણ આ સ્થળને મંજુરી આપી હતી.

રાષ્ટ્રીય સ્મારક ખાતે છેલ્લું સ્મારક:
મનમોહન સિંહનું ગયા વર્ષે 26મી ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. તેમના મૃત્યુ પછી જ, કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ માંગ કરી હતી કે મનમોહન સિંહ માટે એક અલગ સ્મારક બનાવવામાં આવે. તે પછી જ કેન્દ્રએ જાહેરાત કરી હતી કે મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા શોધી કાઢવામાં આવશે.

આ પણ વાંચો…ઊંઘ ન આવે તો કોઈ 18 ટેબલેટ લે? સિંગર કલ્પનાનો જવાબ ગળે ઉતરે નહીં તેવો

રાષ્ટ્રીય સ્મારકમાં ફક્ત બે જગ્યાઓ ખાલી હતી. એક ભાગમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવામાં આવ્યું છે, જ્યારે બીજી જગ્યાએ મનમોહન સિંહનું સ્મારક બનવવામાં આવશે. અહેવાલ મુજબ મનમોહન સિંહનું સ્મારક અહીંનું છેલ્લું સ્મારક હશે.

મનમોહન સિંહના સ્મારકનું નિર્માણ એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. આ ટ્રસ્ટ તેમના પરિવાર દ્વારા બનાવવામાં આવશે. અહેવાલ મુજબ આ ટ્રસ્ટને સરકાર તરફથી વધુમાં વધુ 25 લાખ રૂપિયાની સહાય મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button