ટોપ ન્યૂઝનેશનલ

ઊંઘ ન આવે તો કોઈ 18 ટેબલેટ લે? સિંગર કલ્પનાનો જવાબ ગળે ઉતરે નહીં તેવો

હૈદરાબાદઃ તમિળ ફિલ્મજગતની જાણીતી સિંગર કલ્પનાએ કરેલા કથિત આત્મહત્યાના પ્રયાસના સમાચારે લોકોનું ભારે ધ્યાન ખેંચ્યું હતું અને ફેન્સ તેમનાં સાજા થવાની પ્રાર્થના કરતા હતા, પરંતુ કલ્પનાએ પોતે આત્મહત્યાનો પ્રયાસ નથી કર્યો તેવું નિવેદન આપ્યું છે.

અગાઉ કલ્પનાનાં તેની દીકરી સાથેનાં મતભેદોને લીધે તેણે આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ હવે કલ્પનાએ આપેલા નિવેદનની ચર્ચા થઈ રહી છે.

કલ્પનાએ હૈદરાબાદ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે મન ઊંઘ ન આવતી હોવાથી પહેલા મેં 8 સ્લિપિંગ પીલ્સ (ઊંઘની ગોળીઓ) લીધી અને ત્યારબાદ પણ મેન ઊંઘ ન આવી એટલે મેં દસ પિલ્સ લીધી હતી અને હું બેભાન થઈ ગઈ હતી. મારા પરિવાર સાથે કોઈ મતભેદ નથી અને મેં આત્મહત્યા કરી નથી.

બીજી બાજુ તેની દીકરીએ પણ એવું નિવેદન આપ્યું છે કે કોઈજાતની જાણકારી વિના મારા પરિવાર વિશે અફવાઓ ફેલવાશો નહીં. હું અને મારા મમ્મી-પપ્પા ખુશીથી જીવી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર કલ્પના ઈચ્છતી હતી કે તેની દીકરી હૈદરાબાદમાં જ રહી પોતાનો અભ્યાસ કરે, પરંતુ દીકરી આ વાત સાથે સંમત થઈ ન હતી અને તે પોતાની ઈચ્છા મુજબ કરવા માગતી હતી.

આ પણ વાંચો…માનો યા ના માનો: દેશની સૌથી પહેલી હાઈડ્રોજન ટ્રેન આ મહિનાથી થશે શરુ

કલ્પના રાઘવેન્દ્ર પોતાના અપાર્ટમેન્ટમાં બેહોશ હાલતમાં મળી હતી. પતિએ તેનો સંપર્ક કરવાની કોશિશ કરી પણ ન થતા તેણે અપાર્ટમેન્ટ એસોસિયેશનને જાણ કરી અને એસોસિયેશને પોલીસને જાણ કરતા મામલો બહાર આવ્યો હતો.

કોઈના પારિવારિક મામલે આપણે કોમેન્ટ ન કરીએ, પરંતુ એક વ્યક્તિ ઊંઘ માટે 18 ગોળીઓ કાઈ લે વાત ગળે ઉતરે તેવી નથી. આપણે આશા રાખીએ કે જે કોઈ કારણ હોય, પરંતુ સિંગર હવે સ્વસ્થ રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button