ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Video: ઈલોન મસ્કની Space Xનું વધુ એક લોન્ચ ફેઈલ; રોકેટ હવામાં જ ફાટી પડ્યું; જુઓ વિડીયો

માયામી: ઈલોન મસ્કની કંપની સ્પેસ-એક્સ સતત વિવધ મિશનો માટે સતત રોકેટ લોન્ચ કરતી રહી છે, એવામાં ગઈ કાલે સ્ટારશીપ રોકેટના લોન્ચ થયાની થોડી મિનિટો બાદ કાબુની બહાર થઇ ગયું હતું અને હવામાં જ વોસ્ફોટ (SpaceX Starship explosion) થયો હતો. વિસ્ફોટ બાદ રોકેટનો કાટમાળ જમીન પર પડ્યો હતો. બહામાસના આકાશમાં રોકેટના સળગતા ટુકડા નીચે પડતા દેખાયાં હતાં. જેનેઓ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

403 ફૂટ ઊંચા રોકેટને સૂર્યાસ્ત પહેલા ટેક્સાસથી લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રથમ સ્ટેજમાં સ્ટારશીપે સફળતાપૂર્વક ઉડાન ભરી, પરંતુ ત્યાર બાદ તેના પૂર્વનિર્ધારિત માર્ગ પર આગળ વધી શક્યું નહીં અને નિયંત્રણની બહાર થઇ ગયું.

સળગતા ટુકડા નીચે પડ્યા:
સ્પેસએક્સના લાઇવ સ્ટ્રીમમાં સ્ટારશિપ અનિયંત્રિત રીતે ફરતું દેખાયું હતું, ત્યારબાદ કંપનીએ સંપર્ક તૂટવાની જાણ કરી હતી. થોડા સમય પછી, સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર થયા હતાં, જેમાં સ્ટારશીપના ટુકડા દક્ષિણ ફ્લોરિડા અને બહામાસ નજીક આકાશમાંથી નીચે પડતા જોવા મળ્યા હતાં.

આ ઘટના બાદ મિયામી, ફોર્ટ લોડરડેલ, પામ બીચ અને ઓર્લાન્ડો એરપોર્ટ પર ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી.

સ્પેસએક્સનું નિવેદન:
સ્પેસએક્સે જણાવ્યું કે સુપર હેવી બૂસ્ટરે લિફ્ટઓફ દરમિયાન સારું પ્રદર્શન કર્યું. લિફ્ટઓફ અને સેપરેશન બાદ સ્ટારશીપ પૂર્વનિર્ધારિત માર્ગ પર આગળ વધી શક્યું ન હતું, જેના કારણે અમારો તેની સાથે સંપર્ક તૂટી ગયો. આ પછી ટીમે ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરવાનો પ્રયાસ કર્યો અને તાત્કાલિક સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી.

આ પણ વાંચો…ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકતાં શાળાઓ બંધ અને વાહનવ્યવહાર ઠપ્પ

સ્પેસએક્સે ટેક્સાસના બોકા ચિકા લોન્ચ પેડથી આ મિશન લોન્ચ કર્યું હતું. લોન્ચ થયા પછી બૂસ્ટર રોકેટથી અલગ થઈ ગયું અને સફળતા પૂર્વક લોન્ચ પેડ પરત ફર્યું. આવી સ્થિતિમાં, મિશનનો એક ભાગ સફળ રહ્યો. કંપનીએ કહ્યું કે આ ફ્લાઇટ ટેસ્ટનો ડેટા તપાસવામાં આવશે. આ નિષ્ફળતામાંથી પણ ઘણું શીખવા જેવું છે. બે મહિના પહેલા પણ સ્ટારશીપનું પરીક્ષણ નિષ્ફળ ગયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button