આમચી મુંબઈ

પહેલાથી નવમા ધોરણની પરીક્ષા પચીસ એપ્રિલ સુધીમાં, વિદ્યાર્થીઓનું વેકેશનનું પ્લાનિંગ બગડશે!

આ વર્ષથી નિર્ણય અમલી: પ્રિન્સિપાલ, શિક્ષક સંગઠનોનો ઉગ્ર વિરોધ

મુંબઈ: એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં છોકરાઓની વાર્ષિક પરીક્ષા પૂરી થાય કે જે લોકો બહારગામ જવાનો પ્લાન કરી રહ્યા છે એ થોડા થોભી જજો. સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગે (એસસીઈઆરટી) રાજ્યની તમામ શાળામાં ધોરણ પહેલાથી નવમાની વાર્ષિક પરીક્ષા અને સંકલિત મૂલ્યાંકન પરીક્ષણોનું આયોજન હવે આ વર્ષે એક જ પચીસ એપ્રિલ સુધીમાં સમયે કરવાનો નિર્ણય કર્યો છે. તેમના ટાઈમટેબલ અનુસાર પહેલાથી નવમાની વાર્ષિક પરીક્ષા થશે. આ નિર્ણયને પ્રિન્સિપાલ, શિક્ષક સંગઠને વિરોધ કર્યો છે.

બીજી બાજુ રજાઓનું પ્લાનિંગ બગડે એવી શક્યતા હોવાથી વાલીઓ પણ અસ્વસ્થ થઇ ગયા છે. રાજ્યનું શૈક્ષણિક વર્ષ 30મી એપ્રિલ સુધી ચાલતું હોય છે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં પરીક્ષા લેવા માટે શાળાનો કોર્સ સંપૂર્ણ રીતે પૂરો કરવામાં આવતો હોય છે. 14મી એપ્રિલ બાદ તમામ શાળા ખાલી રહેતી હોવાનું અને 30મી એપ્રિલ સુધી એવા જ દિવસો જતા હોય છે.

આ બાબત એસસીઈઆરટીના ધ્યાનમાં આવ્યા બાદ આ વર્ષથી જ આમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અનુસાર રાજ્ય શિક્ષણ વિભાગની તમામ શાળાઓમાં પહેલા ધોરણથી નવમા ધોરણની વાર્ષિક પરીક્ષા અને વિદ્યાર્થીઓની પ્રથમ ભાષા, વિજ્ઞાન-ગણિત, અંગ્રેજી અને સામાજિક શાસ્ત્ર વિષયોને સંકલિત અને સમયાંતરે એસેસમેન્ટ ટેસ્ટ આઠમી એપ્રિલથી પચીસમી એપ્રિલ સુધી આયોજિત કરવામાં આવશે.

જોકે એસસીઈઆરટીના આવા નિર્ણયથી પ્રિન્સિપાલ અને શિક્ષક સંગઠને વિરોધ કર્યો હતો અને બહારગામ જવાનું પહેલાંથી જ પ્લાનિંગ કરી ચૂકેલા વાલીઓમાં પણ અસ્વસ્થતા જોવા મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button