જીપીએસસીના ઉમેદવારો માટે સારા સમાચાર, આયોગે 240 જગ્યા પર ભરતી કરવાની કરી જાહેરાત

અમદાવાદ: સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સરા સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 240 જગ્યાઓ પરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આયોગ દ્વારા વર્ગ-1 અને 2ની જગ્યાઓ પરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: સરકારી અધિકારી બનવા ઈચ્છુક માટે ખુશખબરઃ GPSC આ વર્ષે 1,751 જગ્યા પર ભરતી કરશે…
240 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની કુલ 240 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે માટેની ઓનલાઈન અરજી તારીખ 7 માર્ચથી 23 માર્ચ સુધીમાં કરવાની રહેશે.
ક્યારે યોજાશે પરીક્ષા?
આયોગ દ્વારા આ જગ્યાઓ માટે ભરતીની પ્રાથમિક પરીક્ષા 20 એપ્રિલનાં રોજ લેવામાં આવશે. તેમજ તેની મુખ્ય પરીક્ષા 20, 21, 27 અને 28 સપ્ટેમ્બરનાં રોજ લેવામાં આવશે. તમામ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત સ્નાતક છે.
કઈ રીતે કરશો અરજી?
આ ભરતી સંદર્ભે વધુ માહિતી માટે આયોગની સત્તાવર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in ની મુલાકાત લેવી. તેમજ ઓનલાઈન અરજી https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જઈને કરવાની રહેશે.