પીઓકે અંગે જયશંકરના નિવેદન અંગે અબ્દુલ્લાને લાગ્યા મરચા, કહ્યું એ વખતે હતી તક…

શ્રીનગર: વિદેશ પ્રધાન એસ. જયશંકરે તાજેતરમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ને લઈ એક નિવેદન આપ્યું હતું, જેનાથી કાશ્મીરના નેતાઓને પણ આકરા વેણ લાગ્યા હતા. પીઓકે (પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર)ને લઈને વિદેશ પ્રધાન એસ. જયશંકરે આપેલા નિવેદન પર જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં આ અંગે તેમણે વાત કરતાં કહ્યું કે અમને PoK પાછું મેળવવાથી કોણ રોકી રહ્યું છે, જ્યારે કારગિલ યુદ્ધમાં તક મળી હતી તો પછી તેમણે PoK કેમ પાછું ન લીધું?
આ પણ વાંચો: પીઓકે પરત લેવાની શ્રેષ્ઠ તક મોકો છે ચોકો મારવા માટે !
PoK પાછું લાવવાથી કોણે રોક્યા?
મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે વિદેશ પ્રધાને કહ્યું છે કે તેઓ પાકિસ્તાનના નિયંત્રણમાંથી કાશ્મીરના એક ભાગ PoKને પાછું લાવશે. તો કોણે રોક્યા? જો તમે તેને પાછો લાવી શકતા હોય તો હમણાં જ પાછો લાવો. કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાન પાસે છે અને બીજો ભાગ ચીન પાસે, પણ ચીનના ભાગ વિશે કોઈ કેમ કોઇ વાત કરતું નથી?
કોઈ પણ સરકારમાં નામ નથી બદલાયા
મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે કોઈ પણ સરકારમાં નામ નથી બદલાયા. મહારાજા બહાદુર સિંહના વારસામાં સૌથી મોટી વસ્તુ રજવાડું હતું, પણ તમે તે રજવાડુંનું શું કર્યું છે? મહારાજા બહાદુર સિંહે વારસા તરીકે જમ્મુ અને કાશ્મીરનો નકશો આપ્યો હતો. એક ભાગ પાકિસ્તાન પાસે છે, આ અંગે વિદેશ પ્રધાને આજે કહ્યું કે PoK પાછું લાવવામાં આવશે. મને કહો કે તેમને કોણે રોક્યા? અમે તમને ક્યારેય કહ્યું નથી કે તે ન લાવો. અમે કહીએ છીએ કે જો તમારે તે લાવવું હોય તો લાવો.
કારગિલ યુદ્ધ સમયે કેમ ન લાવ્યા?
તેમણે આગળ કહ્યું કે જ્યારે કારગિલ યુદ્ધ થયું ત્યારે કેન્દ્ર સરકાર શું પાછું લાવી? POK લાવવાની તક મળી હતી. પાકિસ્તાને હુમલો કર્યો હતો. જો તમે તેને લાવવાનો શોક હોય તો તે સમયે જ લાવવું જોઈતું હતું. જો તમે હવે લાવી શકતા હો તો લાવો. જ્યારે પાકિસ્તાનનો હિસ્સો લાવો છો, ત્યારે ચીનનો પણ હિસ્સો પણ લાવો.
મહારાજા સાહેબે જે નકશો બનાવ્યો હતો તેને પણ તમે બે ભાગમાં વહેંચી દીધો હતો. લદ્દાખને કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું. તમે કહો છો કે લદ્દાખના લોકો તે ઇચ્છતા હતા પણ પહેલા જ દિવસથી કારગિલ અને લદ્દાખનાં લોકો સરકારના આ નિર્ણય સાથે સહમત નહોતા.