સીએસએમટીના બાથરૂમમાં થાણેની ગુજરાતી તરુણીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

મુંબઈ: મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ના બાથરૂમમાં ગુરુવારે બપોરે થાણેની ગુજરાતી તરુણીએ હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તરુણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોઇ તેની હાલત સ્થિર છે. તરુણી હતાશ રહેતી હતી અને તેને આત્મહત્યાના વિચાર આવતા હતા, એવું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ત્રણ વખત મજૂરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ પણ રહ્યો નિષ્ફળ, જુઓ વાઈરલ તસવીરો…
સીએસએમટી રેલવે પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 12થી બે વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી. થાણેમાં રહેતી તરુણીએ સીએસએમટીના બાથરૂમમાં જઇને પોતાના હાથની નસ કાપી હતી. બાથરૂમના ફ્લોર પર ‘આઇ એમ સોરી’ લખ્યા બાદ તે જમીન પર ફસડાઇ પડી હતી. દરમિયાન બનાવની જાણ થતાં જીઆરપીનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘાયલ તરુણીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું અધિકારીએ કહ્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં પત્ની, બાળક અને માતા-પિતા પર ઘાતકી હુમલો કરી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ; પત્ની-બાળકનું મૃત્યુ…
શરૂઆતમાં યુવતીની ઓળખ થઇ નહોતી, પણ બાદમાં તપાસ દરમિયાન તેની ઓળખ થઇ હતી. તરુણીએ પોલીસને જણાવ્યું હતું કે તે થાણેમાં રહે છે અને બાંદ્રાની કોલેજમાં અભ્યાસ કરે છે. તે હતાશ રહેતી હતી અને તેને સતત આત્મહત્યાના વિચાર આવતા હતા. આથી ગુરુવારે બપોરે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, એવું તેણે પોલીસને જણાવ્યું હતું.