Shami Roza Row: મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કર્યો મોહમ્મદ શમીનો કર્યો બચાવ, કહ્યુ- ‘કોઇને આંગળી ઉઠાવવાનો અધિકાર નહીં’…

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઇએમપીએલબી)ના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીએ ગુરુવારે કહ્યું કે મોહમ્મદ શમી દેશ માટે રમી રહ્યો હોવાથી તેની પાસે રોઝા ન રાખવાનો વિકલ્પ છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈને પણ ક્રિકેટર પર આંગળી ઉઠાવવાનો અધિકાર નથી.
મીડિયા સાથે વાત કરતી વખતે મૌલાના બરેલવીએ કહ્યું હતું કે, “મોહમ્મદ શમીએ રોઝા ન રાખીને ગુનો કર્યો છે. તેણે આમ ન કરવું જોઈએ. શરિયતની નજરમાં તે ગુનેગાર છે અને તેણે આ માટે ખુદાને જવાબ આપવો પડશે. મૌલાના બરેલવીના મતે, રોઝા એ ઇસ્લામમાં ફરજિયાત કર્તવ્યોમાંથી એક છે. તેમણે કહ્યું હતું કે, “જો કોઈ સ્વસ્થ પુરુષ કે મહિલા રમઝાન મહિનામાં રોઝા રાખતા નથી તો તે મોટા ગુનેગાર ગણાશે.”
આ પણ વાંચો: કમબૅકમાં જ મોહમ્મદ શમીએ તોડી નાખ્યો વર્લ્ડ રેકૉર્ડ, આટલા બૉલમાં લીધી 200મી વિકેટ
કોઈને તેના પર સવાલ ઉઠાવવાનો અધિકાર નથી
આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીએ કહ્યું હતું કે, “ તમામ મુસલમાનોએ રમઝાન મહિના દરમિયાન રોઝા રાખવા ફરજિયાત છે. જોકે, અલ્લાહે કુરાનમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે જો કોઈ વ્યક્તિ મુસાફરી પર હોય અથવા બીમાર હોય તો તેની પાસે રોઝા ન રાખવાનો વિકલ્પ છે. મોહમ્મદ શમીના મામલામાં તે પ્રવાસ પર છે, તેથી તેની પાસે રોઝા ન રાખવાનો વિકલ્પ છે. કોઈને પણ તેના પર સવાલ ઉઠાવવાનો અધિકાર નથી.
ભાઈએ કહ્યું કે તે દેશ માટે રમી રહ્યો છેઃ પિતરાઈ ભાઈ
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના પિતરાઈ ભાઈ મુમતાઝ પણ તેમના સમર્થનમાં આવ્યો છે. શમીનો બચાવ કરતા તેમણે કહ્યું હતું કે, “તે દેશ માટે રમી રહ્યો છે. ઘણા પાકિસ્તાની ખેલાડીઓ પણ છે જેમણે રોઝા રાખ્યા નથી. મેચ રમી રહ્યા છે, તેથી આ કંઈ નવું નથી. તેમના વિશે આવી વાતો કહેવામાં આવી રહી છે તે ખૂબ જ શરમજનક છે.
નોંધનીય છે કે રમઝાન દરમિયાન, મોહમ્મદ શમી મંગળવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઈનલ મેચ દરમિયાન એનર્જી ડ્રિંક પીતો જોવા મળ્યો હતો, ત્યાર બાદ આ વિવાદ ઉભો થયો હતો.