આમચી મુંબઈ

કર્ણાક બ્રિજ ખૂલ્લો મૂકાવવા માટે હજુ આટલા મહિના રાહ જોવી પડશે, જાણો નવી ડેડલાઈન?

મુંબઈઃ દક્ષિણ મુંબઈના સૌથી જૂના કર્ણાક બ્રિજને ચાલુ કરવા માટે રેલવે અને પાલિકા પ્રશાસન કમર કસી રહ્યું છે ત્યારે આગામી ત્રણેક મહિનામાં બ્રિજ શરુ કરી શકાય છે. રેલવે ટ્રેક પર આવેલો પૂર્વ-પશ્ચિમને જોડતો મહત્ત્વનો કર્ણાક બ્રિજ 10મી જૂન સુધી ખુલ્લો મૂકાવાની શક્યતા છે. 10 વર્ષથી વધુ સમય માટે તેને અસુરક્ષિત માનવામાં આવ્યા બાદ 2014થી અમુક વાહનો માટે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે નવેમ્બર, 2022માં તેને તોડી પાડવામાં આવ્યો હતો જેના કારણે મધ્ય રેલવેમાં 27 કલાકનો બ્લોક લેવાયો હતો.

2017માં કર્ણાક બ્રિજ બનાવવા માટેના વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ ગોખલે બ્રિજ પડી ગયા બાદ 2018માં પાલિકાએ નવો બ્રિજ બનાવવાનું શરૂ કર્યુ ત્યાં સુધી તેના કામમાં કોઇ પ્રગતિ થઇ નહોતી.

આ પણ વાંચો: કર્ણાક બ્રિજનું પહેલું ગર્ડર લોન્ચ કરાયું: જૂનમાં ખુલ્લો મુકાય એવી શક્યતા

આ પ્રકલ્પમાં ઘણા વિલંબ આવ્યા પછી ઘણા શટડાઉન લેવામાં આવ્યા. પાલિકાની કાર્યવાહીના અભાવે તથા ટ્રાફિક એનઓસી મેળવવામાં થતી મુશ્કેલીઓને કારણે આ પ્રકલ્પ રખડી પડ્યો હતો. તોડકામ માટે 500મજૂરોની અને ભારે મશીનોની જરૂર હતી, પરંતુ ગેરકાયદે ઇમારતો સાથે જોડાયેલી જમીનની ઉપલબ્ધતાની સમસ્યાને કારણે્ 19 મહિનાનો સમય લાગ્યો હતો.

હાલમાં આ પુલનું કામ રેલવેની પરવાનગીઓને કારણે વિલંબમાં મૂકાયું છે. તેમ છતાં હાલમાં પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાલિકા આ બ્રિજને ચોમાસા પહેલા શરૂ કરવા ઇચ્છે છે, કારણ કે મુખ્ય પ્રધાન તરફથી દબાણ છે. તેથી 10મી જૂન સુધી તેને ખુલ્લો મૂકાવાની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button