અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાદ સૌથી વધુ ટ્રેન્ડમાં રહેલાં 2025 હાઈફાઈ લગ્ન…

2024માં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન દેશ-દુનિયામાં ચર્ચામાં રહ્યા હતા અને હવે 2025માં દેશના જાણીતા કવિ, કથાવાચક ડો. કુમાર વિશ્વાસની દીકરી અગ્રતા શર્માના લગ્ન ટ્રેન્ડમાં રહ્યા છે.
અગ્રતાના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં સંપન્ન થયા. ત્રણ દિવસ સુધી ચાલેલી વિવિધ સેરેમનીમાં પરિવારના નજીકના લોકોએ હાજરી હદતી. લીલા પેલેસમાં 2025ના આ પહેલાં સેલિબ્રિટી લગ્ન હતા. આ લગ્નમાં અનેક નામી હસ્તીઓએ હાજરી હતી. સોશિયલ મીડિયા પર પણ આ લગ્ન ટ્રેન્ડ કરી રહ્યા છે.
સોનુ નિગમ અને સાગર ભાટિયાના પર્ફોર્મનસથી લઈને જાણીતા શેફ સંજીવ કપુરના હાથના સ્વાદિષ્ટ ભોજને આ લગ્નમાં ચાર ચાંદ લગાવ્યા હતા. ત્રણ દિવસના કાર્યક્રમ બાદ પાંચમી માર્ચના અશોકા હોટેલમાં વર-વધુનું આશિર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેબિનેટ સહિત દરેક ક્ષેત્રના દિગ્ગજ્જોએ હાજરી આપી હતી.
આપણ વાંચો: Anant-Radhikaના લગ્નમાં સાસુ Nita Ambaniએ પહેરી ખાસ વસ્તુ, કિંમત એટલી કે…
આ સમારોહમાં તમામ દળના રાજનેતાઓએ હાજરી આપી હતી. વર-વધુને આશિર્વાદ આપવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ ખાતાના પ્રધાન રાજનાથ સિંહ, શિક્ષણ ખાતાના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક કેન્દ્રિય પ્રધાનોએ હાજરી આપી હતી.
આ ઉપરાંત મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન હાજરી આપી હતી. હિમાચલ પ્રદેશના અને સિક્કિમના રાજ્યપાલે પણ આ લગ્નમાં હાજરી આપી હતી.
આપણ વાંચો: Anant-Radhikaના લગ્નમાં Ranbir Kapoorને Visiting Card આપનાર કોણ છે? જાણો લો અહીં…
કુમાર વિશ્વાસની દીકરી અને જમાઈને આશિર્વાદ આપવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અને સુપ્રીમ કોર્ટના અનેક જસ્ટીસે હાજરી આપી હતી.
આ કુમાર વિશ્વાસના આકર્ષક કવિ વ્યક્તિત્વનો જ કમાલ હતો કે તેમની દીકરીના લગ્નમાં આટલી મોટી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ ભવ્ય આશિર્વાદ સમારોહમાં મીડિયા, બિઝનેસ અને કળા તમામ ક્ષેત્રમાંથી લોકોએ હાજરી આપી હતી.
છેલ્લાં કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર કુમાર વિશ્વાસની દીકરી અગ્રતાના લગ્ન જોરદાર ટ્રેન્ડ કરી રહ્યા છે. નેટિઝન્સ તો આ અનંત-રાધિકાના લગ્ન બાદ સૌથી વધુ ટ્રેન્ડિંગ અને હાઈલેટેડ લગ્ન ગણાવ્યા હતા.