કાંદિવલીના 150 વર્ષ જૂના તાડકેશ્વર મંદિરને પાલિકાની નોટિસ
મંદિરને બચાવવાની જરૂર છે: દરેકર

મુંબઈ: કાંદિવલીમાં આવેલા 150 વર્ષ જૂના તાડકેશ્વર મંદિરને તોડી પાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારી છે. આટલા જૂના મંદિરને નોટિસ આપવાનું કારણ શું છે? સુધરાઈએ કોઈપણ ચર્ચા કે બેઠક વિના મંદિર સામે કોઈ કડક કાર્યવાહી ન કરવી જોઈએ, એમ જણાવતાં ભાજપના વિધાન પરિષદના જૂથ નેતા દરેકરે સરકાર પાસે 150 વર્ષ જૂના મંદિરને બચાવવાની માંગ કરી. પ્રવિણ દરેકરે વિધાન પરિષદમાં પોઈન્ટ ઓફ ઈન્ફોર્મેશન દ્વારા આ મામલો ઉપસ્થિત કર્યો હતો.
દરેકરે કહ્યું હતું કે, કાંદિવલીમાં 150 વર્ષ જૂનું તાડકેશ્વર મંદિર છે. સુધરાઈએ તે સ્થળે મંદિર તોડી પાડવા માટે નોટિસ મોકલી છે. આ મંદિર લગભગ 150 વર્ષ જૂનું છે. મંદિરના પૂજારી 80 વર્ષના દુર્ગાદાસ છે. વીરેન્દ્ર યાતનીક, સુનીલ સિંઘલ, શિવકુમાર સિંઘલ, સુધીર શર્મા વગેરે જેવા લોકો આ મંદિરનું સંચાલન કરે છે. 150થી વધુ ગાયો છે.
આપણ વાંચો: ઉત્તરાખંડમાં દેવી કુંડ પાસે બનેલું ‘ગ્લેશિયર બાબા’નું મંદિર તોડી પાડવામાં આવ્યું
એક ગૌશાળા છે. આ જૂના મંદિરને અચાનક તોડી પાડવાનું કારણ શું છે? રોડ બનાવવા માટે પણ પૂરતી જગ્યા નથી. મંદિર સમિતિ સાથે ચર્ચા અને બેઠક કર્યા વિના સુધરાઈએ કોઈપણ તોડી પાડવાનું કામ હાથ ધરવું જોઈએ નહીં. દરેકરે સરકારને 150 વર્ષ જૂના મંદિરને બચાવવા વિનંતી કરી. દરમિયાન, સ્પીકર રામ શિંદેએ સરકારને આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો.