જાલનામાં ‘બાબા’ના ત્રાસથી કંટાળી શખસે કરી આત્મહત્યા

જાલના: જાલના જિલ્લામાં બની બેઠેલા બાબાના ત્રાસથી કંટાળીને 30 વર્ષના શખસે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ બિડવેએ જણાવ્યું હતું કે ભોકરદાન તહેસીલના વાસલા વડાલા ગામમાં સોમવારે આ ઘટના બની હતી અને પોલીસે 45 વર્ષના ‘બાબા’ની ધરપકડ કરી હતી.
પીડિત અને તેની પચીસ વર્ષની પત્ની બુલઢાણા જિલ્લાના ધામણગાંવ ખાતેના મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં, ત્યારે તેમની મુલાકાત આરોપી સાથે થઇ હતી.
આ પણ વાંચો: સીએસએમટી સ્ટેશનના બાથરુમમાં યુવતીએ કરી આત્મહત્યાની કોશિશ
આરોપીએ આ મુલાકાત બાદ દંપતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. દંપતીને તે વારંવાર ફોન કરીને ગેરવાજબી માગણી કરતો હતો.
આરોપીએ દાવો કર્યો હતો કે દંપતીની પુત્રી ખરેખર તેની છે અને માગણી કરી હતી કે દંપતી પુત્રીને તેને સોંપી દે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: નડિયાદમાં આત્મહત્યા કરવા શિક્ષકે મુકબધીર પર કર્યું ઝેરનું પારખું; પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા…
દંપતીએ ઇનકાર કરતાં આરોપીએ ધમકીભર્યા મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું અને તેણે પીડિતની પત્ની ત્રાસ આપવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપીના સતત ત્રાસથી કંટાળીને પીડિતે વૃક્ષ સાથે રસ્સી બાંધીને ગળાફાંસો ખાધો હતો. પોલીસે બુલઢાણાના ગુમ્મી ગામમાંથી મંગળવારે આરોપીની ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
(પીટીઆઇ)