સૂર્ય અને મંગળ બનાવશે શક્તિશાળી રાજયોગ, સોનાની જેમ ચમકી ઉઠશે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય…

48 કલાક બાદ એટલે કે આઠમી માર્ચના ગ્રહોના રાજા સૂર્ય અને લાલ ગ્રહ તરીકે ઓળખાતા મંગળ મળીને શક્તિશાળી રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકોને ખૂબ જ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોનું ભાગ્ય જાગી ઉઠશે. મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 8મી માર્ચના સવારે 10.40 કલાકે સૂર્ય અને મંગળ એકબીજાથી 120 ડિગ્રી પર હશે અને એને કારણે નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.આ રાજયોગની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે, પણ ત્રણ રાશિઓ એવી છે કે જેના પર માર્ચે સવારે 10 કલાક 40 મિનિટ પર સૂર્ય અને મંગળ એકબીજાથી 120 ડિગ્રી પર હશે, જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
આ પણ વાંચો: આજનું રાશિફળ (06-05-25): જાણી લો મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો હશે દિવસ…
કુંભ રાશિના જાતકો માટે બની રહેલો આ નવપંચમ રાજયોગ લાભદાયી રહેશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. આ રાશિના જાતકોને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. જીવનમાં સુખ-શાંતિ આવશે. નવી નોકરી શોધી રહેલા લોકોને લાભ મળી શકે છે. લાંબા સમયથી અટકેલી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહેશે. જીવનમાં જો કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો પણ નિવેડો આવી શકે છે.
મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુકનિયાળ રહેશે. નોકરી બદલવાનો વિચાર કરી રહેલાં લોકો માટે આ સમય લાભદાયી રહેવાનો છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. વેપાર કરી રહેલાં લોકોને સારો એવો નફો થઈ શકે છે. તમારે તમારા વધતાં જતા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
સિંહ રાશિના જાતકો માટે આ રાજયોગ એકદમ અનુકૂળ રહેશે. લાંબા સમયથી અટવાયેલી તમારી ઈચ્છાઓ પૂરી થશે. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. આ સમયે તમારી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. કોઈ જૂના રોકાણમાંથી પણ તમને સારો એવો લાભ થઈ રહ્યો છે. આ સાથે આવકમાં વધારો થઈ શકે છે. તમે પૈસાની બચત કરવામાં સફળ થશો. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે, પણ તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે.