દુબઈમાં ભારતની મૅચ વખતે સ્ટેન્ડમાં આ ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ હતી?

દુબઈ: મંગળવારે અહીં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની રોમાંચક સેમિ ફાઇનલ દરમ્યાન એક સ્ટેન્ડમાં ઇન્ડિયા જર્સીમાં સજ્જ થઈને બેઠેલી એક છોકરી પર વારંવાર કેમેરા તાકવામાં આવ્યો હતો અને એ ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ હતી એ હવે જાહેર થઈ ગયું છે.

ભારતે સેમિ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સની 32મી ઓવરમાં ટીમનો સ્કોર ચાર વિકેટે 165 રન હતો ત્યારે વારંવાર આ ‘મિસ્ટ્રી ગર્લ’ પર ફોકસ કરવામાં આવતા એ ઘટના વાઈરલ થઈ હતી.
આ પણ વાંચો: હાર્દિકની 101 મીટર ઊંચી સિક્સર જોઈને રોમાંચિત થઈ જસ્મીન વાલિયા…
એક પોસ્ટમાં ક્રિકેટપ્રેમીએ એવું જણાવ્યું હતું કે ‘વો સબ તો ઠીક હૈ પર યે હૈ કૌન?’

એક મહિલા ક્રિકેટપ્રેમીએ પોસ્ટમાં લખ્યું હતું કે ‘એ વાઈરલ ગર્લ કોણ છે? જેને કેમેરામૅન વારંવાર ઝૂમ કરીને બતાવી રહ્યા છે?’
આ છોકરી હતી ગૅમિંગ ઇન્ડસ્ટ્રીની ખૂબ જાણીતી પાયલ ધરે. યુટયૂબ પર પાયલ ધરેના 40 લાખ સબસ્ક્રાઈબર છે. ઈસ્પોર્ટ્સ સાથે સંકળાયેલી પાયલ થોડા દિવસ પહેલાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને તેની પત્ની રિતિકાને દુબઈમાં એક જાહેરખબરના શૂટિંગ વખતે મળી હતી.