Champions Trophy 2025

પાકિસ્તાનના હેડ-કોચ અકીબ જાવેદને ગિલેસ્પીએ ‘જોકર’ તરીકે ઓળખાવ્યો!

સિડની: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે પછડાટ ખાધા બાદ આખી ટૂર્નામેન્ટમાંથી જ આઉટ થઈ ગયેલા પાકિસ્તાનની ટીમના હેડ-કોચ અકીબ જાવેદે તાજેતરમાં નિવેદન આપ્યું એ બદલ પાકિસ્તાનના ભૂતપૂર્વ કોચ જેસન ગિલેસ્પીએ અકીબને ‘જોકર’ તરીકે ઓળખાવીને આકરા શબ્દોમાં તેને વખોડી કાઢ્યો છે.

પાકિસ્તાનની ટીમના મેનેજમેન્ટમાં અને કોચિંગ સ્ટાફમાં વારંવાર ફેરફારો થતાં પાકિસ્તાની ટીમના પર્ફોર્મન્સ પર વિપરીત અસર પડી એ વિશે અકીબ જાવેદે તાજેતરમાં પત્રકારોને કહ્યું હતું કે ‘છેલ્લા બે વર્ષમાં અમે 16 કોચ અને 26 સિલેક્ટર બદલ્યા.’
અકીબ જાવેદે એવું પણ જણાવ્યું હતું કે ‘આવી ફોર્મ્યુલા વિશ્વની કોઈપણ ટીમને લાગુ પાડવામાં આવે તો એ ટીમ પણ આવી જ (અમારા જેવી જ) સ્થિતિમાં આવી જાય. ક્રિકેટ બોર્ડમાં ઉપરથી નીચે સુધી (ચેરમેનથી માંડીને નીચેના સ્તરના હોદ્દેદાર સુધી) જો સાતત્યતા ન જળવાય તો ક્રિકેટ ટીમની પ્રગતિ થાય જ નહીં.’

આ પણ વાંચો…શમીએ એનર્જી ડ્રિંક પીતા થઈ બબાલઃ મૌલાનાએ વખોડ્યો, તો રાજકારણીઓએ કર્યો બચાવ…

જોકે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીએ અકીબ જાવેદના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવતા એવું પણ જણાવ્યું છે કે ‘પાકિસ્તાનની ત્રણેય ફોર્મેટની ટીમ માટે મેં અને ગૅરી કર્સ્ટને જે કંઈ કર્યું એની જાણે કંઈ કિંમત જ નથી, કોઈ મતલબ જ નથી એવા અર્થમાં હકીબ દ્વારા કહેવામાં આવ્યું છે.’

ગિલેસ્પીની નિયુક્તિ ગયા વર્ષે પાકિસ્તાનની ટેસ્ટ ટીમના કોચ તરીકે થઈ હતી. જોકે તેણે આઠ મહિના બાદ સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પહેલાં જ રાજીનામું આપી દીધું હતું. ગિલેસ્પીના થોડા દિવસ પહેલાં ગૅરી કર્સ્ટને પાકિસ્તાનની વન-ડે અને ટી-20 ટીમના હેડ કોચના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button