મનોરંજન

પોતાની શરતો પર મિસ વર્લ્ડનો તાજ જિત્યો હતો આ જાણીતી બી-ટાઉન એક્ટ્રેસે…

બોલીવૂડમાં એકથી ચઢિયાતી એક સુંદર હસીન એક્ટ્રેસ છે અને આજે અમે અહીં તમને એક એવી બી-ટાઉન એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેણે પોતાની શરતો પર મિસ વર્લ્ડનો તાજ પોતાના નામો કર્યો હતો. આવો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ… બોલીવૂડથી લઈને હોલીવૂડ સુધી આ એક્ટ્રેસના નામનો ડંકો વાગી રહ્યો છે.

અમે અહીં જે એક્ટ્રેસની વાત કરીએ રહ્યા છીએ એ બીજું કોઈ નહીં પણ આપણી દેસી ગર્લ પ્રિયંકા ચોપરા છે. 2000માં મિલેનિયલ મિસ વર્લ્ડ બનીને કોન્ટેસ્ટના ઈતિહાસમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી હતી. મોડેલથી એક્ટ્રેસ બનેલી પ્રિયંકા ચોપરાએ 18 વર્ષની ઉંમરે તાજ જિત્યો અને પછી એક સફળ ફિલ્મી કરિયરની શરૂઆત કરી.

આ પણ વાંચો: પ્રિયંકા ચોપરાએ કરી ચોંકાવનારી વાત, એ ફિલ્મ નિર્દેશકની ગંદી માગણીને કારણે છોડી!

હાલમાં પીસીની મમ્મી મધુ ચોપરાએ ખુલાસો કર્યો હતો કે પીસી કોન્ટેસ્ટમાં ટુ-પીસ સ્વિમસૂટ પહેરવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે 1999માં યુક્તા મુખીએ જિત હાંસિલ કર્યો હતો અને અમને ખ્યાલ હતો કે ચાન્સ ખૂબ ડજ ઓછા છે. પ્રદીપ ગુહાએ અમને જણાવ્યું કે આવું ક્યારેય નથી થયું પણ આવું થઈ થઈ શકે છે. પીસી ખૂબ જ ઈન્સ્પાયર્ડ હતી.

Priyanka Chopra won hearts by becoming a desi girl, video went viral...

પીસીએ આ કોન્ટેસ્ટમાં ટુ-પીસ સ્વિમસૂટ પહેરવાનો ઈન્કાર કર્યો કારણ કે તે એમાં કમ્ફર્ટેબલ ફિલ નહોતી કરતી. મિસ ઈન્ડિયા 2000માં લારા દત્તાએ પીસીને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. એ વર્ષે જ પીસીએ મિસ વર્લ્ડમાં ભારતને રિપ્રેઝેન્ટ કરીને તાજ જિત્યો હતો. બે વર્ષ બાદ તેણે તમીજાનની સાથે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી અને બે હીરો સાથે બોલીવૂમાં પોતાના પગલાં માંડ્યા.

આ પણ વાંચો: પ્રિયંકા ચોપરાએ લંડનની કડકડતી ઠંડીમાં કર્યું શૂટ, તસવીરો ખુશીથી શેર કરી…

સમયની સાથે સાથે પીસીએ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલો પર રાજ કર્યું અને ધીરે ધીરે સૌથી વધુ ફી લેનારી મહિલા ભારતીય એક્ટ્રેસમાંથી એક બની ચૂકી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પીસી એસ.એસ. રાજામૌલીની આગામી ફિલ્મમાં મહેશ બાબુ સાથે કામ કરશે. જોકે, આ બાબતે કોઈ પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button