વાહ રે રવિનાની દરિયાદિલીઃ કાનમાંથી સોનાની ઈયરિંગ કાઢી હાથમાં ધરી દીધી

ગોવિંદા, અક્ષય કુમાર અને ત્રણેય ખાન સહિતના એક્ટર સાથે જોડી જમાવી ઘણી સારી ફિલ્મો અને ગીતો આપનાર અભિનેત્રી રવિના ટંડન હજુ પણ લાઈમલાઈટમાં રહે છે. 52 વર્ષની ઉંમરે પણ ફીટ દેખાતી રવિના ફરી ફિલ્મો પણ કરી રહી છે. આજકાલ તે પોતાની દીકરી રાશાને કારણે પણ ચર્ચામાં છે. ફિલ્મ આઝાદથી રાશાએ બોલીવૂડમાં એન્ટ્રી કરી છે અને તેનો ઉઈ અમ્મા ડાન્સ નંબર ખૂબ જ લોકપ્રિય થયો છે. રાશા સાથે ઘણીવાર રવિના પણ પ્રમોશન સમયે દેખાઈ છે.
જોકે આજે જે વીડિયો વાયરલ થયો છે તે રવિનાની દરિયાદિલીનો છે. વીડિયોમાં રવિના અને રાશા એરપોર્ટ પર જતા જોવા મળે છે. એરપોર્ટ પર હાજર પાપારાઝી તેમને પોઝ આપવા કહે છે, પણ તેઓ રોકાતા નથી. રાશા આગળ ચાલી જાય છે જ્યારે રવિનાની એક ઈયરિંગના વખાણ ફોટોગ્રાફર કરે છે. રવિના તેની સાથે વાત કરી તે એરિંગ કાઢી ફટાક કરતી તેના હાથમાં મૂકી દે છે અને નીકળી જાય છે.
આ પણ વાંચો…છાવાનું બોક્સઓફિસ કલેક્શન રૂ. 500 કરોડે પહોંચશે કે નહીં ?
હવે તમને કહી દઈએ કે આ ઈયરિંગ સોનાની છે. આજલાક સોનાનો ભાવ જોતા આ રીતે કોઈને આપી દેવાનું સહેલું નથી, પણ રવિનાએ ફોટોગ્રાફર માટે જે દરિયાદિલી બતાવી તે જોઈ ફેન્સ તેનાં વખાણ કરી રહ્યા છે. રાશા પણ જોઈને સ્માઈલ આપે છે.
સેલિબ્રિટિસ અને પાપારાઝીનો અનોખો સંબંધ હોય છે. આખો દિવસ તેઓ સેલિબ્રિટીઝના ઘરની બહાર કે તેમની પાછળ પાછળ ફરે છે. એક તરફ સેલિબ્રિટીઝને પબ્સિસિટી પણ ગમતી હોય છે અને બીજી બાજુ પ્રાઈવસીની ફરિયાદો પણ કરતા હોય છે, પરંતુ પાપારાઝીઓ સતત તેમના ફોટા અને વીડિયો ફેન્સ સુધી પહોંચાડે છે. ત્યારે ક્યારેક આ રીતે સેલિબ્રિટીઝ તરફથી તેમને ઈનામ પણ મળે છે.
આ પણ વાંચો…Shloka Mehtaને લઈને આ શું બોલ્યો Aakash Ambani? સાંભળીને હસી પડ્યા લોકો અને…