બ્લાઈન્ડ લોકો કેવી રીતે ઓળખે છે કે કઈ નોટ કેટલાની છે? નોટ પર હોય છે આ ખાસ સાઈન…

હેડિંગ વાંચીને ગૂંચવાઈ ગયા ને? કદાચ મનમાં સવાલ પણ થયો હશે કે ભાઈસાબ આપણે તો જોઈને જાણી શકીએ છીએ કે આપણા હાથમાં આવેલી નોટ 10, 20,50,100,200 કે 500 રૂપિયાની છે. પરંતુ જે લોકો પ્રજ્ઞાચક્ષુ છે એ લોકો કઈ રીતે ઓળખતા હશે કે ભાઈ તેમના હાથમાં રહેલી નોટ કેટલા રૂપિયાની છે? ડોન્ટ વરી આજે અમે અહીં તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આવા લોકો માટે નોટ પર ખાસ સાઈન બનાવવામાં આવી છે જેની મદદથી તેઓ ઓળખી લે છે કે આ નોટ કેટલા રૂપિયાની છે. ચાલો જોઈએ શું છે આ સાઈન-
આપણામાંથી ઘણા લોકોને અનુભવ આવ્યો હશે કે પ્રજ્ઞાચક્ષુ લોકો ખૂબ જ અચૂક રીતે તેમની પાસે રહેલી ચલણી નોટોને ઓળખી લે છે. પરંતુ આવું કઈ રીતે થાય છે એ જાણવાની તાલાવેલી કે ઉત્સુક્તા તો સૌના મનમાં હશે. આજે તમારી આ ઉત્સુક્તાનો અંત આવી જશે, પરંતુ એ માટે તમારે છેલ્લે સુધી આ આર્ટિકલ વાંચવો પડશે.
જો તમે ચલણી નોટોને ધ્યાનથી જોઈ હશે તો તમને ખ્યાલ આવશે કે નોટની કિનારી પર આડી અને ત્રાંસી લાઈન્સ પ્રિન્ટ કરવામાં આવેલી હોય છે. આ લાઈન્સથી જ અસલી અને નકલી નોટનો ઓળખ પણ થાય છે જેને બ્લીડ માર્ક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બ્લીડ લાઈન્સ અસલી અને નકલી નોટલી ઓળખની સાથે સાથે જ એવા લોકો માટે પણ મદદરૂપ સાબિત થાય છે જેઓ જોઈ નથી શકતા. આ લાઈન્સને કારણે જ તેઓ અસલી અને નકલી નોટની ઓળખ કરી શકે છે.
ટેક્નિકલ લેન્ગવેજમાં એને બ્રેલ ફીચર તરીકે ઓળખવામાં આવે છે. આ નિશાન સામેની તરફ અને અશોક ચક્રની ઉપર ડાબી બાજુએ હોય છે. આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી 20 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીની તમામ નોટ્સ પર આ અલગ અલગ નિશાની જોવા મળે છે.
આ પણ વાંચો…હેં, હસતાં હસતાં પણ માણસ મરી શકે છે? જાણો શું છે સત્ય…
10 રૂપિયાની નોટ પર આવી કોઈ નિશાની નથી હોતી. જ્યારે 100 રૂપિયાની નોટ પર આ નિશાની ત્રિકોણાકારમાં હોય છે અને 500 રૂપિયાની નોટ પર આ નિશાન ગોળાકારમાં હોય છે. 50 રૂપિયાની નોટ પર ચોરસ અને 200 રૂપિયાની નોટ પર આ નિશાની એચ આકારમાં હોય છે. આ લાઈન્સને કારણે પ્રજ્ઞાચક્ષુ લોકો અસલી નકલી નોટની ઓળખ કરવાની સાથે સાથે જ તે કેટલાની નોટ છે એ પણ જાણી લે છે.
છે ને એકદમ ધાસ્સુ ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા ફ્રેન્ડ્સ અને ફેમલી સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને?