ગાંધીનગરટોપ ન્યૂઝ

ભાજપે જિલ્લા પ્રમુખોની યાદી કરી જાહેર, જાણો ક્યાં કોની કરી નિમણૂક

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપ દ્વારા જિલ્લા – શહેરના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીનગર, મહિસાગર, બનાસકાંઠા, નવસારી, સુરત, બોટાદ અને મહેસાણામાં ભાજપ પ્રમુખ રિપિટ કરવામાં આવ્યા હતા.

જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ: ચંદુભાઈ મકવાણા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ: અતુલ કાનાણી, બનાસકાઠાં જિલ્લા ભાજપ પ્રમુખ: કીર્તિસિંહ વાઘેલા, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ: ભરતભાઈ રાઠોડ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ: અનિલ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ: ગિરિશ રાજગોર, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખઃ નીલ રાવ, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખઃ ગૌરવ રૂપારેલીયા, ભાવનગર શહેર પ્રમુખઃ કૃણાલ શાહના નામની જાહેરાત થઈ હતી.

વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો. જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરવામાં આવી હતી. તાજેતરમાં વડોદરા શહેર ભાજપના નવા કોર્પોરેટ સ્ટાઇલ નવા કાર્યાલય નમો કમલમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જેમાંથી તેઓ શહેર ભાજપનો કાર્યભાર સંભાળશે. બોટાદ જિલ્લા પ્રમુખ તરીકે બીજી મુદત માટે મયુર પટેલની નિમણૂક કરવામાં આવી હતી.

નવા પ્રદેશ પ્રમુખનું નામ પણ થશે જાહેર
ભાજપે 8 શહેર અને 33 જિલ્લાના નવા જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. આ સાથે ગુજરાત પ્રદેશના નવા પ્રમુખની પણ જાહેરાત થવાની સંભાવના છે. પીએમ મોદી આવતીકાલથી ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો…ભાવનગરમાં લાગ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા, જાણો શું છે મામલો

બુધવારે જૂનાગઢ કોર્પોરેશનના નવા મેયર તરીકે ધર્મેશ પોશીયાની વરણી કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવી ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની વરણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં ચૂંટણી પહેલા વોર્ડ નં. 3 અને 14માં ભાજપની પેનલ બિનહરીફ થઈ હતી. ત મહિને યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ મનપામાં 24 બેઠક પરથી 20 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. પાલિકાના પરિણામો જાહેર થવા દરમિયાન અનેક આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા હતા. ભાજપના સાંસદ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે પાલિકાની બેઠક પર જીતનો મુદ્દો હાઈપ્રોફાઈલ બની ગયો હતો. જાહેરમાં આમનેસામને આવી ચુકેલા ચુડાસમા વર્સીસ ચુડાસમાના ખેલમાં ભાજપ એક દાયકા બાદ ચોરવાડની બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી હતી. વિમલ ચુડાસમાની જેમ રાજેશ ચુડાસમાનું પણ આ હોમટાઉન છે, જ્યારે લાંબા સમયથી કોંગ્રેસના કબજામાં રહેલ ચોરવાડ બેઠક ભાજપે આંચકી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button