આમચી મુંબઈ

કોસ્ટલ રોડ પર હેલિપડે ?

હા, શક્ય છે: શિંદેના આદેશ પછી પાલિકા કન્સલ્ટેંટ નીમશે



(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાશ શિંદેના નિર્દેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ કોસ્ટલ રોડ પર પ્રસ્તાવિત હેલિપેડ માટે વ્યાપક શક્યતાનો અભ્યાસ કરવા માટે ક્ધસલ્ટન્ટ નીમવાનો નિર્ણય લીધો છે. વરલી જેટ્ટીની જગ્યા પર હેલિપેડ બાંધી શકાય કે નહીં અને સુરક્ષા સહિત પર્યાવરણના નિયમનો અનુકૂળ હશે કે નહીં? એ સાથે જ આ જગ્યાનો મલ્ટિ-મોડલ પરિવહન માટે વરલી જેટીનો ઉપયોગ કરી શકાય કે નહીં તેનો ક્ધસલ્ટન્ટ અભ્યાસ કરશે.

આ પણ વાંચો…જોગેશ્વરીમાં બાળકી પર સામૂહિક બળાત્કાર: પાંચ જણની ધરપકડ

મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી, એ દરમ્યાન નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કોસ્ટલ રોડ પર હેલિપેડ બનાવવા બાબતે સૂચન કયું હતું. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ હેલિપેડ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે કામચલાઉ ધોરણે બનાવવામાં આવેલી વરલી ડેરીની સામેની વરલી જેટ્ટીની જગ્યા પર હોઈ શકે છે. કોસ્ટલ રોડના કામ દરમ્યાન બે જેટ્ટી બનાવવામાં આવી હતી, જેમાં એક અમરસન્સ ગાર્ડન પાસેની તોડી પાડવામાં આવી છે. જ્યારે પોલીસે દેખરેખ માટે વિનંતી કરી હોવાથી વરલી જેટ્ટીની હજી સુધી એમ જ રાખવામાં આવી છે. તેથી ક્ધસલ્ટન્ટને અભ્યાસ કરવા માટે નીમ્યા બાદ તેની ભલામણને આધારે વરલી જેટ્ટીનો ઉપયોગ મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ સહિત એર સહિત વોટર ટ્રાન્સપોર્ટેશન માટે કરી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button