
મુંબઈ: પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવ ભારતના સામાન્ય નાગરિકના ખિસ્સા પર ખાલી કરી રહ્યા છે, મોટા ભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે. મોંઘવારીના માર વચ્ચે લોકોને ટુંકસમયમાં રાહત મળી શકે છે. અહેવાલ મુજબ ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ (Petrol and diesel prices may be reduced soon) શકે છે.
ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ આયાતકાર દેશ છે, ગલ્ફના દેશો અને અમેરિકામાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો (Crude oil price drop) થઇ રહ્યો છે, જેને ભારતને ઘણી રાહત મળવાની અપેક્ષા છે.
ક્રૂડ ઓઈલના ભાવ:
ગઈ કાલે ગલ્ફ દેશોમાં ક્રૂડ ઓઇલની કિંમત સતત ત્રીજા દિવસે $70 પ્રતિ બેરલ રહી છે. બીજી તરફ, અમેરિકન ક્રૂડ ઓઇલના ભાવ બે દિવસથી $66 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે, ગલ્ફ દેશોમાંથી ક્રૂડ ઓઇલ ટૂંક સમયમાં $65 પ્રતિ બેરલ અને અમેરિકન ઓઇલ $60 પ્રતિ બેરલના ભાવે મળી શકે છે.
ટ્રમ્પના નિર્ણયની અસર:
ટ્રમ્પના ટેરિફ પ્લાન અને ડ્રિલ બેબી ડ્રિલ પ્રોગ્રામને કારણે બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાઈ વધી છે. ગલ્ફ દેશોના જૂથ OPEC Plus એ યુએસ ટેરિફના ડરથી ક્રૂડ ઓઇલનો પુરવઠો વધારવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમેરિકાએ એપ્રિલથી કેટલાક દેશો પર ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે 2 એપ્રિલથી રેસીપ્રોકલ ટેરિફ લાદવામાં આવશે. જેના કારણે રોકાણકારોમાં ડર ફેલાયો છે. જેના કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો…ઉત્તર પ્રદેશના આ ગામમાં કોઈ છોકરી પરણવા તૈયાર નથી, કારણ પાણી કે વીજળી નહીં પણ…
ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો:
આંતરરાષ્ટ્રીય બજારમાં, ગલ્ફ દેશોનું બ્રેન્ટ ક્રૂડ ઓઈલ બુધવારે $1.74 ના ઘટાડા સાથે $69.30 પ્રતિ બેરલ પર બંધ થયું. ગુરુવારે તેમાં થોડો વધારો થયો હોવા છતાં, પ્રતિ બેરલ ભાવ $70 ની નીચે રહ્યા છે. આનો અર્થ એ થયો કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ સતત 3 દિવસથી પ્રતિ બેરલ $70 ની નીચે છે. બીજી તરફ, યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ (WTI) બુધવારે $1.95 અથવા 2.86 ટકા ઘટીને $66.31 પ્રતિ બેરલ પર બંધ થયું. જ્યારે ગુરુવારે થોડો વધારો જોવા મળી રહ્યો છે.
છેલ્લા બે દિવસોથી, અમેરિકન ક્રુડ ઓઈલ $66 પ્રતિ બેરલના સ્તરે રહ્યું છે. ગલ્ફ દેશોનું ક્રૂડ ઓઇલ 15 જાન્યુઆરીના ઉચ્ચતમ સ્તરથી લગભગ 16 ટકા ઘટ્યું છે. બ્રેન્ટ ઘટીને $68.33 થયો, જે ડિસેમ્બર 2021 પછીનો સૌથી નીચો ભાવ હતો, અને યુએસ ક્રૂડ ફ્યુચર્સ $65.22 પર પહોંચ્યો, જે મે 2023 પછીનો સૌથી નીચો ભાવ છે.
ભારતને મળશે રાહત!
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ઘટાડો માર્ચ 2024માં જોવા મળ્યો હતો. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો. હવે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા છે, ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટે એવી આશા છે.