રાજકોટના ભાજપ મહિલા કોર્પોરેટરને પગમાં ગોળી વાગી, જાણો કેવી રીતે બની ઘટના

Rajkot News: રાજકોટમાં ભાજપ મહિલા કોર્પોરેટરને (BJP Corporater) પગમાં અકસ્માતે ગોળી વાગી જવાની ઘટના બની હતી. ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે પગમાં ગોળી વાગી હતી. કબાટમાંથી ઘરેણાં કાઢતી વખતે બંદૂક નીચે પડતા તેમાંથી અચાનક ફાયરિંગ થયું અને પગમાં ગોળી વાગતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…વડા પ્રધાન મોદી આવતીકાલે ફરી ગુજરાતના પ્રવાસેઃ Suratમાં સિટી-BRTS બસના 22 રૂટ રદ
કેવી રીતે બની ઘટના
રાજકોટ ભાજપના મહિલા નગરસેવિકા અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે પગમાં ગોળી વાગતા દોડધામ મચી ગઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 17ના ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી લગ્ન પ્રસંગમાં જવા માટે કબાટમાંથી ઘરેણાં કાઢતા હતા તે વખતે પતિનું લાયસન્સ ધરાવતી બંદૂક નીચે પડી જતા ફાયરિંગ થયું હતું. અકસ્માતે છૂટેલી ગોળી અમિતાબેનને પગમાં વાગતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ભક્તિનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.