ટોપ ન્યૂઝનેશનલ

ગુજરાત ATSએ પકડેલા આતંકી પાસેથી રામ મંદિરનો મળ્યો નકશો, પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

અમદાવાદઃ ગુજરાત અને હરિયાણા એટીએસ ટીમ દ્વારા ધરપકડ કરાયેલા એક શંકાસ્પદ આતંકવાદીએ મોટો ખુલાસો કર્યો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે, રામ મંદિરને ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. જેમાં તેણે અનેક ઘણી ચોંકાવનારી કબૂલાત કરી હતી. આંતકીએ કહ્યું, વીડિયો જોઈ ગ્રેનેડ ફોડવાની ટ્રેનિંગ લીધી. લાકડા-પાઈપથી એકે 47નું મોડલ બનાવી ટ્રેનિંગ લીધી હતી. તેની પાસેથી રામમંદિરનો નકશો પણ મળ્યો હતો.

ગુજરાત એટીએસને ઈન્ફોર્મેશન મોડી મળતી હોત અન ટીમ સમયસર ન પહોંચી હોત તો અયોધ્યા પર હુમલો થવામાં ત્રણેક દિવસ જ બાકી હતા. અબ્દુલ રહેમાન ફરીદાબાદથી ગ્રેનેડ લઈને પરત દિલ્હી અને ત્યાંથી અયોધ્યા જવાનો હતો. તે લાકાડાના પાઈપથી એકે47 જેવું મોડલ તૈયાર કર્યુ હતું. આ મોડલથી હથિયાર પકડવાની ટ્રેનિંગ પણ લેતો હતો. ગ્રેનેડ ફોડવાની ટ્રેનિંગ પણ ઓનલાઈન લીધી હતી. હજુ પણ તેની પૂછપરછ ચાલી રહી છે. બીજી તરફ તેના પરિવારે તેમનો દિકરો નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું.

અયોધ્યા રામ મંદિરનો નકશો મળ્યો
હરિયાણામાં અબ્દુલ રહેમાનની પૂછપરછ કરનારા સિનિયર અધિકારીએ કહ્યું તેની પાસેથી અયોધ્યા મંદિર અને ત્યાં સુધી પહોંચતા રસ્તાઓના નકશા મળ્યા છે. જેને જોઈને કોઈ અજાણ્યો હુમલાખોર પણ આસાનાથી નિશાન બનાવી શકે છે. દરેક પોઈન્ટ નકશામાં બતાવાયા છે. જેમે કે, પોલીસ પોઈન્ટ ક્યાં છે, કેટલા અંતર પરથી વળાંક આવશે, ક્યાં સુરક્ષા ગાર્ડ તહેનાત હશે, ક્યાંથી મંદિરમાં પ્રવેશ કરી શકાશ અને ક્યાંથી બહાર નીકળી શકાશે. આ નકશા અબ્દુલ રહેમાને એકલા એ તૈયાર કર્યા હોય તેવું નથી. તેની સાથે અન્ય લોકો પણ જોડાયેલા હશે.

આ પણ વાંચો…હવે કેદારનાથની યાત્રા થશે આટલી સરળ, ટ્રેન નહીં એક નવો પ્રોજેક્ટ લાવ્યા છે રેલમંત્રી

એક વર્ષથી હતી નજર
ગુજરાત એટીએસ લગભગ એક વર્ષથી અબ્દુલ રહેમાન પર સર્વેલન્સ કરી રહી હતી. પરંતુ તેના મદદગાર ઓળખાયા નથી. તેની પાછળનું કારણ ષડયંત્ર અને નફરતવાળી ચર્ચા તે ફોન કે સોશિયલ મીડિયાથી કરવાના બદલે માત્ર રૂબરૂ જ કરતો હતો. અબ્દુલ રહેમાનની ધરપકડ અને અયોધ્યા રામમંદિર પર હુમલાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યા પછી ઉત્તર પ્રદેશ એસટીએફે રાજ્યમાં છથી વધુ શંકાસ્પદોના ઘરે અને વેપારના સ્થળોએ સર્ચ કર્યું હતું. ઉત્તરપ્રદેશ એસટીએફે છેલ્લા બિ દિવસમાં અયોધ્યા ઉપરાંત ગોંડા, ઓઝમગઢ, મઉ, શહરાનપુર સહિતના વિસ્તારમાં સર્ચ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button