ટ્રમ્પે કેનેડાના PMને ફરી કહ્યા ‘ગવર્નર ટ્રુડો’, પૂછ્યું – તમારા દેશમાં કેમ ચૂંટણી નથી થતી?

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Canada PM Justin Trudeau) સાથે ફોન પર વાત કરી હતી. આ વખતે ટ્રમ્પે ટ્રુડોને સવાલ કર્યો કે કેનેડામાં ચૂંટણી કેમ થતી નથી? બાદમાં તેમણે ખુદ એક પોસ્ટમાં આ સવાલનો જવાબ પણ આપ્યો હતો. ટ્રમ્પે કેનેડાના વડાપ્રધા5ન પર સત્તામાં બની રહેવા માટે તેમના દેશમાં ચૂંટણી નથી યોજી રહ્યા તેવો આરોપ લગાવ્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં લખ્યું, કેનેડાના જસ્ટિન ટ્રુડોએ મને ટેરિફ (Tariff War) અંગે શું કરી શકાય છે તે પૂછવા કૉલ કર્યો હતો. મેં તેમને કહ્યું કે, કેનેડા અને મેક્સિકો બોર્ડરના (Canada Mexico border) માધ્યમથી આવતાં ફેંટાનિલથી અનેક લોકો માર્યા ગયા છે અને કોઈપણ ચીજની મને જરૂર નથી. મેં ટ્રુડોને કહ્યું, માત્ર આટલું જ પૂરતું નથી. કો થોડા અંશે મૈત્રીપૂર્ણ રીતે સમાપ્ત થયો હતો.
ટ્રમ્પે તેની પોસ્ટમાં આગળ લખ્યું, કેનેડામાં ચૂંટણી ક્યારે થશે તે બતાવવા હું અસમર્થ છું. તેઓ સત્તામાં ટકી રહેવા માટે અમેરિકા સાથે ટેરિફ વોરનો ઉપયોગ કરી રહ્યા છે. જસ્ટિન શુભકામના.
આ ઉપરાંત તમણે અન્ય એક પોસ્ટમાં લખ્યું, હું કેનેડાના ગવર્નર જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, નબળી સરહદ નીતિના કારણે મોટા પાયે આપણી સાથે સમસ્યા ઉભી કરી છે. તેમણે મોટી માત્રામાં ફેંટાનિલ અને ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપી છે. આ નીતિઓ માટે અનેક લોકોના મોત જવાબદાર છે.
ટ્રમ્પ ટ્રુડોને કેમ ગવર્નર તરીકે સંબોધન કરી રહ્યા છે?
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે થોડા દિવસ પહેલા જ ટ્રુડોને તેઓ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવી દે તેવો પ્રસ્તાવ આપ્યો હતો. જેને કેનેડાના પીએમે ફગાવી દીધો હતો. જે બાદથી ટ્રમ્પ કટાક્ષ કરીને કેનેડાના પીએમને ગવર્નર ટ્રુડો કરીને સંબોધન કરી રહ્યા છે