ચેમ્પિયન્સ ટ્રોફીઃ ન્યૂ ઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 50 રનથી હરાવ્યું, ફાઇનલમાં ભારત સામે થશે ટક્કર
ડેવિડ મિલરની 67 બોલમાં 100 રનની ઈનિંગ એળે ગઈ

લાહોરઃ ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાનો મુકાબલો થયો હતો. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 362 રન બનાવ્યા હતા. ટાર્ગેટ હાંસલ કરવા મેદાને ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 312 રન બનાવી શકી હતી. ન્યૂ ઝીલેન્ડે મેચ 50 રનથી જીતીને ફાઈલનમાં પ્રવેશ કર્યો હતો. રવિવારે ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડનો મુકાબલો ભારત સામે થશે. આ બંને ટીમો સેમિફાઇનલ 1માં પણ ટકરાઈ હતી.
આ પણ વાંચો: NZ VS SA: વિલિયમ્સન-રચિનની શાનદાર સદી, ન્યૂ ઝીલેન્ડે સાઉથ આફ્રિકાને આપ્યો 363 રનનો લક્ષ્યાંક
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂ ઝીલેન્ડે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 362 રન બનાવ્યા હતા. રચિન અને વિલિયમ્સને બીજી વિકેટ માટે 164 રનની ભાગીદારી કરી હતી. દરમિયાન, રચિને તેની વનડે કારકિર્દીની પાંચમી સદી પણ ફટકારી હતી. વિલિયમ્સન 94 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 102 રન કરીને આઉટ થયો હતો. Lungi Ngidi એ 10 ઓવરમાં 72 રન આપીને 3 વિકેટ તથા રબાડાએ 10 ઓવરમાં 70 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
363 રનના તોતિંગ લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 312 રન બનાવી શકી હતી. સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલર 67 બોલમાં 100 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. જોકે તેની આ ઈનિંગ સાઉથ આફ્રિકાને જીત અપાવી શકી નહોતી. બાવુમાએ 56 રન અને ડુસેને 69 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂ ઝીલેન્ડ તરફથી મિચેલ સેન્ટરનરે 10 ઓવરમાં 43 રનમાં 3 વિકેટ, ગ્લેન ફિલિપ્સે 27 રનમાં 2 વિકેટ તથા મેટ હેનરીએ 43 રનમાં 2 વિકેટ ઝડપી હતી.