અમદાવાદ

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં કેટલા ઓરડાની ઘટ છે? વિધાનસભામાં સરકારે કરી ચોંકાવનારી કબૂલાત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં સરકારે આપેલી વિગતોમાં જાણવા મળ્યું હતું કે, ગુજરાતની સરકાર શાળાઓમાં ઓરડાની ઘટ છે. સરકારે ધારાસભ્યએ પૂછેલા સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, દ્વારકા અને જામનગર જિલ્લામાં 628 ઓરડાઓની ઘટ છે. દ્વારકાની સરકારી શાળાઓમાં 305, જામનગમાં 150 શાળાઓમાં 323 અને અરવલ્લી જિલ્લાની શાળાઓમાં 704 ઓરડાઓ જર્જરીત હાલતમાં છે.

આ પણ વાંચો: સરકારી અધિકારી બનવા ઈચ્છુક માટે ખુશખબરઃ GPSC આ વર્ષે 1,751 જગ્યા પર ભરતી કરશે…

સરકારે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે અરવલ્લીમાં 407 અને સાબરકાંઠા જિલ્લામાં 818 નવા ઓરડા બનાવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 380 ઓરડાઓ જર્જરીત હાલતમાં છે. તે ઉપરાંત અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 131 સરકારી પ્રાથમિક શાળામાં 751 ઓરડાની ઘટ છે. અમદાવાદ શહેરની 87 શાળામાં 619 અને જિલ્લાની 44 શાળામાં 132 ઓરડાની ઘટ છે. ઓરડાઓની ઘટને કારણે વિદ્યાર્થીઓને શાળામાં ભારે મુશ્કેલીઓ વેઠીને અભ્યાસ કરવો પડે છે.

આ પણ વાંચો: પ્રાથમિક શાળાનું મધ્યાહન ભોજન બનશે વધુ પૌષ્ટિક; સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

સરકારે આપેલી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લામા 131 સરકારી પ્રાથમિક શાળામાં 751 ઓરડાની ઘટ છે. જેમાં શહેરના સૈજપુર, કોતરપુર, સાબરમતી, રાણીપ, અમરાઈવાડી, ઓઢવ, ખોખરા, અસારવા, બેહરામપુરા, બાપુનગર, દાણીલીમડા, નારણપુરા, સરદારનગર, કાલુપુર, કુબેરનગર, દાણીલીમડા, વાડજ, વટવા, દૂધેશ્વર, સરસપુર સહિતના વિસ્તારની 87 જેટલી સરકારી પ્રાથમિક શાળામાં 619 ઓરડાની ઘટ છે. અમદાવાદ જિલ્લામાં બાવળાની 1 સ્કૂલ, દસ્ક્રોઈની 7, દેત્રોજની 5, ધંધુકાની 1, ધોલેરાની 1, ધોળકાની 8, માંડલની 1, સાણંદની 6, વિરમગામની 14 સરકારી પ્રાથમિક શાળા મળી જિલ્લાની કુલ 44 શાળાઓમાં 132 ઓરડાની ઘટ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button