ટેરિફ વોરઃ અમેરિકાના 15 લાખ ઘરોમાં છવાઈ શકે છે અંધાર પટ, જાણો શું છે કારણ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની (US President Donald Trump) ટેરિફ નીતિથી હવે વિશ્વમાં ટ્રેડ વોરની શક્યતા ઉભી થઈ છે. અમેરિકા સામે હવે તેના પડોશી દેશ જ ઉભા થયા છે. અમેરિકાએ આજે કહ્યું કે, મંગળવારથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાગુ કરશે. ટ્રમ્પના નિવેદન બાદ જ બંને દેશો તરફથી પ્રતિક્રિયા સામે આવી છે.
ટ્રમ્પની ટેરિફ નીતિ પર કેનેડાના ઓંટારિયો પ્રાંતના પીમિયર ડગ ફોર્ટે કહ્યું કે, જો અમેરિકા કેનેડાના અર્થતંત્ર સાથે આમ કરશે તો અમે ત્યાંની વીજળી કાપી નાંખીશું. કનેડાના ઓંટારિયોથી અમેરિકાના ત્રણ રાજ્યો મિનિસોટા, મિશિગન અને ન્યૂયોર્ક સામે 15 લાખ ઘરોને વીજળી પહોંચાડે છે. આ સ્થિતિમાં જો કેનેડા ટ્રમ્પની ટેરિફ નીતિ પર પ્રતિક્રિયા આપીને વીજળી પુરવઠો બંધ કરે તો અમેરિકાના આ રાજ્યોમાં અંધાર પટ છવાઈ જશે.
આ પણ વાંચો: US Tariff War:અમેરિકન ટેરિફ પર જસ્ટિન ટ્રુડોનો મોટું નિવેદન, કહ્યું પુતિનને ખુશ કરવા માંગે છે ટ્રમ્પ
ડગ ફોર્ટે તેમના નિવેદનમાં કહ્યું કે, અમે અમેરિકાનો વીજળી પુરવઠો ખોરવી શકીએ છીએ. કેનેડા પોતોનું આર્થિક નુકસાન રોકવા માટે શક્ય તમામ વિકલ્પ પર વિચાર કરશે. ટ્રમ્પના નિર્ણયથી કેનેડાના લોકોને નુકસાન થશે પરંતુ એવું નથી કે તેની અસર અમેરિકા પર નહીં પડે. અમેરિકાના લોકોને પણ અસર થશે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.
આ પણ વાંચો: અમેરિકા આ તારીખથી ભારત પર રેસીપ્રોકલ ટેરિફ લાદશે, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત…
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું, તેઓ પણ અમેરિકાની પ્રોડક્ટ પર 25 ટકા વધારાનો સરચાર્જ લગાવી રહ્યા છે. કેનેડાની આ જાહેરાતથી આશરે 30 અબજ કેનેડિયન મૂલ્યની અમેરિકન આયાત પર અસર થશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકન સંસદને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, તેઓ 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરી રહ્યા છે. તેમણે ભારતનું નામ લઈને કહ્યું કે, ભારત અમેરિકાાના સામાન પર 100 ટકાથી વધુ ટેરિફ લગાવી રહ્યા છે અને અમે પણ 2 એપ્રિલથી આવું જ કરીશું.