આઝમીની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરા: યોગી આદિત્યનાથ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસિમ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા તેના પડઘા ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીને આઝમીની ટિપ્પણી અંગે તેમની સામે કાર્યવાહી કરવાની હાકલ કરતાં એવી માગણી કરી હતી કે મોગલ શાસકની પ્રશંસા કરવા બદલ પાર્ટીએ આઝમીને પાર્ટીએ બરતરફ કરવા જોઈએ. આઝમી મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ છે.
આઝમીની ઝાટકણી કાઢતાં યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીને એવો પડકાર ફેંક્યો હતો કે આઝમીને ઉત્તર પ્રદેશમાં લાવવામાં આવે. બાકીનું કામ અમે જોઈ લઈશું, એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: Aurangzeb raw: અબુ આઝમીનો વિવાદ પહોંચ્યો ઉત્તર પ્રદેશ, યોગીએ ઝાટક્યા તો અખિલેશ આવ્યા બચાવમાં
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં યોગી આદિત્યનાથે એવી માગણી કરી હતી કે સમાજવાદી પાર્ટીએ સત્તાવાર નિવેદન બહાર પાડવું જોઈએ અને તમારી પાર્ટીમાંથી આ વ્યક્તિને બહાર કરી નાખો. પછી તેને ઉત્તર પ્રદેશમં મોકલી આપો, પછી બાકીનું અમે જોઈ લઈશું. તેમણે સમાજવાદી પાર્ટી પર બેવડા ધોરણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.
એક તરફ તમે કુંભની ટીકા કરો છે બીજી તરફ ક્રુર અને પાશવી હત્યારા ઔરંગઝેબની પ્રશંસા કરો છો. આ વ્યક્તિ સામે કાર્યવાહી કરવાથી કોણ રોકી રહ્યું છે? એવો સવાલ તેમણે કર્યો હતો.