અમદાવાદટોપ ન્યૂઝ

માનો યા ના માનોઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર ચોથી સેકન્ડે પકડાય છે દારૂની બોટલ

અમદાવાદઃ ગુજરાતમાં કડક દારૂબંધીના (dry gujarat) દાવા વચ્ચે મોટી વાસ્તવિકતા સામે આવી છે. એક રિપોર્ટ પ્રમાણે 2024માં ગુજરાતમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની (IMFL) રૂપિયા 144 કરોડની કિંમતની 82 લાખ બોટલ ઝડપાઈ હતી. અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી અને ભાવનગરમાં મોટા પાયે દારૂનો જથ્થો ઝડપાયો હતો, જ્યારે રાજ્યમાં દર ચોથી સેકન્ડે દારૂની બોટલ ઝડપાતી હોવાના ચોંકાવનારા અહેવાલો પણ મળ્યા છે.

ક્યાં કેટલી પકડાઈ બોટલ?

મીડિયાના અહેવાલ પ્રમાણે 4,38,047 બોટલ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય અને વેસ્ટર્ન રેલવેના અધિકાર ક્ષેત્રમાંથી જપ્ત કરવામાં આવી હતી. માત્ર અમદાવાદ શહેરમાં જ 3.06 લાખ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ ઝડપાઈ હતી અને 2139 કેસ નોંધાયા હતા, જ્યારે 1.58 લાખ લિટર દેશી દારૂ અને 7,796 કેસ નોંધાયા હતા.

આપણ વાંચો: શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધીને લઈ આપ્યું શું મોટું નિવેદન? જાણો વિગત

વડોદરા ગ્રામ્યમાં અધિકારીઓએ ટ્રક અને ગોડાઉનમાં ગુપ્ત ખાનામાં છુપાવેલો 9.8 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. સુરત ગ્રામ્યમાં પણ 8.9 કરોડ રૂપિયાની આઇએમએફએલ આંતરરાજ્ય પરિવહન રેકેટમાં મળી આવી હતી.

નવસારીમાં 6.23 લાખ આઇએમએફએલ બોટલ જપ્ત કરવામાં આવી હતી, જે પડોશી રાજ્યોમાં કાર્યરત હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ એકમોમાં મળી આવી હતી. ગોધરામાં 8.8 કરોડ રૂપિયાની આઇએમએફએલ બોટલ જપ્ત કરવામાં આવી છે. ભાવનગરમાં 8.7 કરોડ રૂપિયાની આઇએમએફએલ અને દેશી દારૂ પાણીની ટાંકીઓમાં છુપાવીને અને તાજા શાકભાજીમાં છુપાવીને લાવવામાં આવતો હતો તેને જપ્ત કરવામાં આવ્યો હતો.

એક્સપર્ટ આ આંકડાને પોલીસ કાર્યવાહીને આભારી માને છે. તેમના કહેવા મુજબ આ માત્ર હિમશીલાની ટોચ હોઈ શકે છે. જો કે, એક નિવૃત્ત ડીજીપીએ કહ્યું કે પડોશી રાજ્યોમાંથી દારૂ અને દાણચોરીનો પ્રવાહ રોકવાનું માનવીય રીતે શક્ય નથી. પોલીસે સ્થાનિક સ્તરે પણ કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જાગૃતિનો અભાવ વધુ લઠ્ઠાકાંડ તરફ દોરી શકે છે, એમ નિવૃત્ત અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button