મનોરંજન

બોલ્ડનેસથી ચર્ચામાં રહેતી આ બોલિવુડ એક્ટ્રેસ સંજય દત્ત સામે જાય છે સલવાર સુટમાં, કારણ જાણીને ચોંકી ઉઠશો

મુંબઈઃ બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલ તેની બોલ્ડનેસને લઈ ઘણી ચર્ચામાં રહે છે. પરંતુ બોલિવુડમાં એક એવા અભિનેતા છે, જેની સામે એક્ટ્રેસને વેસ્ટર્ન વિયર, શોર્ટ્સ કે ટૂંકા કપડાં પહેરવાની બિલકુલ મંજૂરી નથી. આ વાતનો ખુલાસો ખુદ અમીષા પટેલે કર્યો છે. અભિનેત્રીએ કહ્યું, આ બોલિવુડ અભિનેતા તેને લઈ ઘણો પ્રોટેક્ટિવ અને પઝેસિવ છે.

અમીષા પટેલે એક વાતચીતમાં જણાવ્યું, સંજય દત્ત તેને લઈ ઘણો પ્રોટેક્ટિવ છે અને જ્યારે પણ તેના ઘરે જાય ત્યારે શોર્ટ્સ કે વેસ્ટર્ન ડ્રેસ નહીં પરંતુ સૂટ પહેરીને જાય છે. અભિનેતા સામે ટૂંકા કપડાં પહેરીને જવાની મંજૂરી નથી. એક્ટ્રેસે સંજય દત્ત સામે તેની મિત્રતાની વાત કરતાં કહ્યું, તેમની સાથે મારી મિત્રતા એવી છે કે મારો બર્થ ડે તેમના ઘરે ઉજવાય છે. તે મને લઈને ઘણા પ્રોટેક્ટિવ અને પઝેસિવ છે.

આપણ વાંચો: આ અભિનેત્રીએ ફેન્સને પૂછ્યું કે હું રાજકારણમાં જોડાઉ કે નહીં..

અમીષાએ આગળ કહ્યું, જ્યારે હું તેના ઘરે જાવ છું ત્યારે શોર્ટ્સ કે વેસ્ટર્ન ડ્રેસ પહેરવાની મંજૂરી નથી. મારે સલવાર કમીઝ પહેરીને જવું પડે છે. સંજુનું માનવું છે કે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં હું ખૂબ ભોળી છું. તે કહે છે કે હું તારા લગ્ન કરાવીશ અને કન્યાદાન પણ કરીશ. તે મારા માટે છોકરો શોધવાની વાત કરે છે. તે હંમેશા મારું ભલું ઈચ્છે છે અને મારા ખબરઅંતર પૂછતા રહે છે.

અમીષા પટેલે ઈન્સ્ટાગ્રામ પર સંજય દત્ત સાથે બર્થ ડે સેલિબ્રેશનની તસવીર પણ શેર કરી હતી. જેમાં એક્ટ્રેસ સલવાર સૂટમાં નજરે પડી હતી. ફોટોમાં તે સંજય દત્તને કેક ખવરાવતી નજરે પડી શકે છે. અમીષાએ સંજ્ય સાથે તથાસ્તુ અને ચતુર સિંહ ટૂ સ્ટાર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. અમીષા પટેલ છેલ્લા ગદર-2માં જોવા મળી હતી.

અમીષા પટેલે 2000માં કહો ના પ્યારે હૈ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેણે અનેક હિટ ફિલ્મો આપી છે. તેને ફિલ્મ ફેર, ઝિ સિને એવોર્ડ પણ મળ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button