આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ક્યારથી ઊંચકાશે ગરમીનો પારો, જાણો અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

Gujarat Weather Update: ગુજરાતમાં હાલ ફાગણ મહિનાની સાથે ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે હાલમાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, જેની અસરથી ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ ગરમીથી આંશિક રાહત મળી છે. રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ગતરાત્રીથી પવનની ગતિમાં વધારો થયો છે. આ દરમિયાન જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જોરદાર આગાહી કરી છે.

આ પણ વાંચો: ઉફ…તોબા તોબા આ ગરમી…!

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે 8 થી 17 તારીખ સુધી ગુજરાતમાં વાદળો છવાશે. ત્યારે અરબ સાગરમાં ભેજ જોવા મળશે. જેના કારણે અરબી સમુદ્રામાં 13 અને 14 માર્ચ સર્ક્યુલેશન બનશે. રાજ્યમાં 7 માર્ચથી ગરમીમાં વધારો થશે. આ ઉપરાંત કચ્છમાં 40 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 41-42 ડિગ્રી તપામન પહોંચશે. જોકે વેસ્ટર્સન ડિસ્ટર્બન્સ હટતા ગરમીમાં ફરી ઘટાડો થશે અને આ વખતે ચોમાસું સારૂ રહેશે.

આ પણ વાંચો: Gujarat માં દિવસે ગરમીનું પ્રમાણ વધ્યું, માર્ચના બીજા અઠવાડિયાથી ગરમી ભૂક્કા બોલાવશે

અંબાલાલ પટેલ મુજબ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો ઉંચકાશે. માર્ચ એપ્રિલમા ગરમીમા વધ ઘટ જોવા મળશે. ગુજરાતમાં 7 માર્ચથી મહત્વ તાપમાન વધવાની શકયતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન 41થી 42 ડિગ્રી થઈ શકે છે. આ ઉપરાંત જૂનાગઢ નું તાપમાન 39 ડિગ્રી થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. પૂર્વ ગુજરાતમાં ગરમીનો પારો વધી શકે છે. કચ્છના ભાગોમાં 40 ડિગ્રી સુધી પારો જોવા મળશે. પંચમહાલમાં ગરમીનો પારો વધશે. હવે રાજ્યમાં ધીમા પગલે ઉનાળાની શરૂઆત થશે. માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવ્યા કરશે.

ગુજરાતમાં કેમ ઠંડીનું પ્રમાણ વધ્યું

ગુજરાતના તાપમાનમાં ઘટાડાનું મુખ્ય કારણ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પસાર થઈ રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે. જેના અસરતળે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા હોય જેના કારણે ગરમીથી આંશિક રાહત મળી છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ થયો છે. રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button