હોળી બાદ બની રહ્યો છે ખાસ યોગ, સોનાની જેમ ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય…

જ્યોતિષશાસ્ત્રમાં રાહુને માયાવી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં રાહુ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને 27મી ફેબ્રુઆરીથી ગ્રહોના રાજકુમાર પણ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. જ્યારે 14મી માર્ચના સૂર્ય પણ મીન રાશિમાં ગોચર કરશે. ટૂંકમાં મીન રાશિમાં સૂર્ય, બુધ અને રાહુની યુતિથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. વર્ષો બાદ મીન રાશિમાં રાહુ, બુધ અને સૂર્ય એક સાથે બિરાજમાન થશે અને એની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે કે જેમના પર વિશેષ અસર જોવા મળશે. આ રાશિની સમસ્યાઓ દૂર થવાની સાથે સાથે જ ધન વર્ષા પણ થશે. ટૂંકમાં આ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભ રાશિના જાતકો માટે હોળી બાદ શાનદાર સમય શરૂ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ધનલાભ થશે. કારકિર્દીમાં પણ સફળતા મળશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોની પ્રતિષ્ઠામાં વધારો થઈ રહ્યો છે. બિઝનેસમાં પણ ખૂબ જ સારો એવો લાભ થશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે.
સિંહ રાશિના જાતકો માટે આ સમય સારો રહેવાનો છે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. કોઈ ગુપ્ત સ્રોતથી પૈસાની આવક થવાની પણ પૂરેપૂરી શક્યતા છે. કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે અનુકૂળ સમય, ભવિષ્યમાં સારો એવો લાભ થશે. રિસર્ચ, મીડિયા અને ગવર્મેન્ટ સેક્ટર સાથે જોડાયેલા લોકો માટે આ સમય એકદમ સારો રહેશે..
આ રાશિના રચનાત્મક ક્ષેત્ર સાથ સંકળાયેલા લોકો માટે આ સમયગાળો શુકનિયાળ રહેશે. વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં સફળતા મળશે. શેરબજારમાં પૈસા રોકવા માટે આ સમયગાળો એકદમ અનુકૂળ રહેવાનો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. પૈસાની બચત કરવામાં પણ સફળતા મળશે.
ધન રાશિના વાહન, પ્રોપર્ટી કે ઘર ખરીદવાનું વિચારી રહેલાં લોકોની યોજના આ સમયે સસફળ થઈ રહી છે. પારિવારિક જીવનમાં સુખ વધશે. માનસિક શાંતિ બની રહેશે. પૈસાની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમયગાળો સારો રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત જો કોઈ સમસ્યા સતાવી રહી હતી તો આ સમયે એમાંથી પણ છુટકારો મળી શકે છે.