જૂનાગઢને મળ્યા નવા મેયરઃ મેયર સાથે પદાધિકારીઓના નામ પણ જાણી લો!

જૂનાગઢઃ ગાંધીનગરમાં સી. આર. પાટીલના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં રાજ્યની મહાનગરપાલિકા તથા નગરપાલિકાના સભ્યોના નામને લઈ ચર્ચા કરીને મંજૂરીની મહોર મારવામાં આવી હતી, ત્યારે આજે સત્તાવાર રીતે જૂનાગઢ પાલિકાના નવા મેયર સહિત અન્ય પદાધિકારીઓના નામ પર પણ મહોર મારવામાં આવી હતી.

જૂનાગઢ કોર્પોરેશનના નવા મેયર તરીકે ધર્મેશ પોશીયાની વરણી કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવી ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની વરણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં ચૂંટણી પહેલા વોર્ડ નં. 3 અને 14માં ભાજપની પેનલ બિનહરીફ થઈ હતી.
આ પણ વાંચો: જૂનાગઢમાં હાર બાદ કૉંગ્રેસના ઉમેદવારે ધારણ કર્યો કેસરિયો, વિજય સરઘસ પર પથ્થરમારો…
ગત મહિને યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ મનપામાં 24 બેઠક પરથી 20 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. પાલિકાના પરિણામો જાહેર થવા દરમિયાન અનેક આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા હતા. ભાજપના સાંસદ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે પાલિકાની બેઠક પર જીતનો મુદ્દો હાઈપ્રોફાઈલ બની ગયો હતો.
જાહેરમાં આમનેસામને આવી ચુકેલા ચુડાસમા વર્સીસ ચુડાસમાના ખેલમાં ભાજપ એક દાયકા બાદ ચોરવાડની બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી હતી. વિમલ ચુડાસમાની જેમ રાજેશ ચુડાસમાનું પણ આ હોમટાઉન છે, જ્યારે લાંબા સમયથી કોંગ્રેસના કબજામાં રહેલ ચોરવાડ બેઠક ભાજપે આંચકી લીધી હતી.
ભાજપના રાજેશ ચુડાસમાએ ચોરવાડ બેઠક પર જીત નોંધાવી હતી રાજેશ ચુડાસમાએ પ્રચાર દરમિયાન લોકોને વચન આપ્યું હતું કે તેઓ ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ ચોરવાડનો પણ વિકાસ કરશે.