કરોડોની માલિક Isha Ambani આટલો સસ્તો આઉટફિટ પહેરીને ત્યાં પહોંચી?

નીતા અંબાણીની જેમ જ ઈશા અંબાણી પણ પોતાની ફેશન સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં આવતી રહે છે. ઈશા અંબાણીની ફેશન અને સ્ટાઈલની આગળ કોઈક વાર તો નીતા અંબાણી પણ પાછળ પડી જાય છે. હાલમાં જ ઈશા અંબાણી મહાશિવરાત્રિ પર પતિ આનંદ પિરામલ સાથે મહાકુંભમાં અમૃત સ્નાન કરવા માટે પહોંચી હતી. એ સમયના તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Mahakumbh 2025 : ઈશા અંબાણીએ પતિ આનંદ પિરામલ સાથે લગાવી સંગમમાં પવિત્ર ડૂબકી…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે આનંદ પિરામલ સાથે ઈશા અંબાણીએ સંગમમાં ડૂબકી લગાવીને વિધિવત પૂજા-અર્ચના કરી હતી. આ સમયે ઈશા અંબાણી પિંક અને બ્લ્યુ કલરના એમ બે આઉટફિટ પહેર્યા હતા અને કહેવાની જરૂર ખરી કે બંને આઉટફિટમાં ઈશા ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ સૌથી વધુ ચર્ચા ઈશા અંબાણીના પિંક સિમ્પલ સૂટની થઈ રહી છે. ચાલો જોઈએ શું છે ખાસ ઈશાના આ આઉટફિટમાં તેની કિંમત વિશે-
ઈશા અંબાણીનો આ ફૂશિયા પિંક બોગનવિલિયા સૂટ જાણીની બ્રાન્ડ ઈંજિરીનો હતો. આ સૂટ ખૂબ જ સિમ્પલ બટ ક્યુટ હતો, જેમાં ઈશા ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઈશાનો આ સૂટ બોટ નેકલાઈ અને ફૂલ ફ્લેયર ડિઝાઈનવાળો હતો, જેના પર બટનની ડિટેઈલિંગ કરવામાં આવી હતી, જેને કારણે આ ડ્રેસ વધુ એટ્રેક્ટિવ લાગી રહ્યો હતો.
આ પણ વાંચો: Viral Video: લગ્ન પહેલાં જ Radhika Merchant સામે ઈશા અંબાણીએ દેખાડ્યું નણંદપણુ…
આ આઉટફિટ સાથે ઈશા અંબાણીએ ડાયમંડના ડ્રોપ ઈયરરિંગ્સ અને ગુચ્ચીની સનગ્લાસીસ પહેર્યા હતા. મેકઅપ પણ ખૂબ જ સાદો અને નેચરલ હતો, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. વાત કરીએ પિંક કલરના આઉટફિટની તો એક રિપોર્ટમાં તેની કિંમત 71,436 રૂપિયા હોવાનો દાવો કરાયો છે.
આ સિવાય સ્નાન કરતી વખતે ઈશાએ બ્લ્યુ કલરનો બાંધણીનો નાયરા કટ સૂટ પહેર્યો હતો, જેમાં સિલ્વર એમ્બેલિશમેન્ટની બારીક ડિટેઈલિંગ જોવા મળી હતી. આ આઉટફિટ સાથે તેણે દુપટ્ટો કેરી કર્યો હતો જેણે ઈશા અંબાણીના એથનિક લૂકમાં ચાર ચાંદ લગાવ્યા હતા. તમે પણ ઈશાના વાઈરલ વીડિયો કે ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…