રોહિત શર્મા પર ટિપ્પણી કરનાર શમા મોહમ્મદ સેમિફાઇનલમાં ભારતની જીત પર શું બોલ્યા ?

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિવાદનું કેન્દ્ર બનનાર કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે (Shama Mohammed) મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની જીત બદલ ભારતીય ટીમની પ્રશંસા કરી અને વિરાટ કોહલીને અભિનંદન આપ્યા હતા. કોહલીની 84 રનની શાનદાર ઇનિંગને કારણે ભારતે મંગળવારે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવ્યું હતું.
Also read : કંગના રનૌતે ક્રિકેટરોને ‘ધોબી કા કુત્તા’ કહ્યા હતાં! શમા મોહમ્મદનો ભાજપને વળતો જવાબ
ટીમ ઇન્ડિયાની જીત પર શમા મોહમ્મદે કહ્યું
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાના શાનદાર વિજય પર કોંગ્રેસના નેતા શમા મોહમ્મદે કહ્યું, “આજે મને ખૂબ ખુશી છે કે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ મેચ જીતી લીધી છે. હું વિરાટ કોહલીને 84 રન બનાવવા બદલ અભિનંદન આપું છું… હું ખૂબ જ ઉત્સાહિત છું અને ફાઇનલની રાહ જોઈ રહી છું.”
Also read : રોહિત શર્મા અંગે કોંગ્રેસી નેતાનાં નિવેદન પછી ‘બબાલ’: બીસીસીઆઈએ આપ્યો જવાબ
X પર કરી પોસ્ટ

શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું, “ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની શાનદાર જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન. વિરાટ કોહલીને 84 રન બનાવવા અને ICC નોકઆઉટ ટુર્નામેન્ટમાં 1000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બનવા બદલ અભિનંદન!” સોમવારે રોહિત શર્મા અંગે કરેલી ટિપ્પણી મુદ્દે ભારે વિવાદ થયો હતો અને તેમની પાર્ટીએ પણ તેમના નિવેદનથી પોતાને દૂર કરી લીધી હતી.
Also read : Rohit Sharma મુદ્દે શમા મોહમ્મદના નિવેદનને ટીએમસીએ સમર્થન આપ્યું